ઓખા-રામેશ્ર્વર એક્સ. મંડપમ સુધી દોડાવાશે

પમ્બન બ્રિજ પર રિનોવેશનની કામગીરી
રાજકોટ તા,13
દક્ષિણ રેલવે ડિવિઝન દ્વારા રામેશ્ર્વર અને મંડપમ વચ્ચે આવેલ પમ્બન બ્રિજ પર રિનોવેશનની કામગીરી ચાલતી હોય તાત્કાલીક અસરથી આગળની સુચના ન મળે ત્યાં સુધી ટ્રેન નં.16734 ઓખા-રામેશ્ર્વર એકસપ્રેસ જે ઓખાથી ઉપડે છે તે મંડપમ સ્ટેશન સુધી જ જશે અને રામેશ્ર્વરથી ઉપડતી ટ્રેન નં.16733 રામેશ્ર્વર-ઓખા એકસપ્રેસ રામેશ્ર્વરના બદલે મંડપમ રેલવે સ્ટેશનથી ઉપડશે આ ટ્રેન રામેશ્ર્વર મંડપમ વચ્ચે આંશિક રીતે રદ કરાય છે.