જામનગરના બર્ધન ચોકમાંથી રેંકડી અને પાથરણા હટાવાતા વેપારીઓમાં રોષ

ટ્રાફિકને અડચણરૂપ દબાણો મ.ન.પા.એ દૂર કરતા ટ્રાફિક સમસ્યા હળવી; લોકોને રાહત
જામનગર તા,13
જામનગર મહાપાલિકા અને પોલીસ દ્વારા-દરબારગઢ વિસ્તારમાંથી તંત્ર દ્વારા રેંકડી, પથારાવાળાનો માલસામાન કબજે કરાયો હતો. જામનગરમાં રેંકડી, કેબિનોના જાહેર માર્ગ ઉપરના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જામનગરમાં આ સમસ્યા અંગે વ્યાપક ફરિયાદો ઊઠવા પામી હતી. મ્યુનિસિપલ તંત્રએ બર્ધનચોક, હવાઈચોક. સહિતના વિસ્તારોમાં આ મુલાકાત કરવામાં આવી હતી અને રેંકડી, કેબિનોના દબાણો અંગે જાતનિરીક્ષણ કર્યા પછી તમામ દબાણો દૂર ખસેડવા માટે મેયર સહિતની ટીમ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ગઈકાલે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના બર્ધનચોક વિસ્તારમાંથી 10 જેટલી રેંકડીઓ કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત પથારા પણ દુર ખસેડી જાહેર માર્ગ ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જામનગરને રેંકડી દબાણ મુક્ત કરવા દબાણહટાવ ઝુંબેશ યથાવત રહેશે તેમ જાણવા મળે છે.