સંવિધાન બચાવવા હાર્દિક, જિજ્ઞેશ અને કનૈયા કુમાર આજે રાજકોટમાં

 જયુબિલી બાગમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી
રેલી નીકળી
રાજકોટ તા.13
ભાજપ જેને પોતાનો વર્ષોથી ગઢ માને છે તેમાં આજે ડાબેરી પક્ષના વિદ્યાર્થી સંગઠનના નેતા કનૈયાકુમાર, ગુજરાત પાટીદાર આંદોલનથી જાણીતા હાર્દિક પટેલ અને અનુ.જાતિ સમાજના યુવા નેતા તથા વડગામના ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણી રાજકોટમાં એક મંચ પર આવશે અને સભા સંબોધશે.
કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યા મૂજબ તા.13ના ચૌધરી હાઈસ્કૂલ ચોકમાં બપોરે સાડાત્રણ વાગ્યે સંવિધાન બચાવો, દેશ બચાવો કાર્યક્રમ યોજાયો છે જેમાં આ ત્રણ યુવા નેતાઓ આવશે. આ પહેલા મહાત્મા ગાંધીજીની જ્યુબિલી બાગ પાસે આવેલી પ્રતિમાએ પૂષ્પાંજલિ યોજી ત્યાંથી હરિહર ચોક થઈને ચૌધરી હાઈસ્કૂલ રેલી સ્વરૂપે જશે.
તેમણે ઉમેર્યું કે મોદી એકલા રાષ્ટ્રભક્ત નથી, અનેક રાષ્ટ્રભક્તો છે. જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા અને સંવિધાન પર ખતરા અંગે લોકોને સાચી માહિતી આપવા કાર્યક્રમ યોજાયો છે. દરમિયાન ગત રાત્રે કનૈયાકુમાર સહિતના આગેવાનો રાજકોટ આવી પહોંચ્યા હતા.
આ માટે પહેલા શહેરના ઐતહાસિક ઢેબરચોકમાં સભા યોજવા મંજુરી મંગાઈ હતી પણ તે તંત્ર દ્વારા અપાઈ નથી. આ પૂર્વ ધારાસભ્યએ જણાવ્યુ કે આ કાર્યક્રમનો ભાજપ સીધો સામે આવીને વિરોધ કરતો નથી.
ઉલ્લેખનીય છે કે કનૈયાકુમાર વિરુધ્ધ પોસ્ટર પર સ્યાહી ફેંકવા,રજૂઆત વગેરેથી વિરોધ કરાયો છે ત્યારે કાર્યક્રમમાં શુ થશે તેના પર નજર
રખાઈ રહી છે.