લગ્ન કરવા ‘ચોકીદાર’ બન્યો ‘મેજર’!

આર્મીનો યુનિફોર્મ, રાષ્ટ્રીય રાઇફલનો સિમ્બોલ, બેઈઝ, પ્રમાણપત્રો મેળવી ફોટા પડાવી યુવતીઓને મોકલતો: ધરપકડ
જામનગર તા.13
જામનગર જીલ્લાની રિલાયન્સ કંપનીમાં સીકયોરીટી ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવાને પોતે આર્મી ઓફિસર નહી હોવા છતાં આર્મીનો યુનિફોર્મ અને મેડલ ધારણ કર્યા હતા.
આથી તેની સામે આર્મી ઓફિસર દ્વારા પોલીસમાં ફરીયાદ નોધાવી છે. પોતાનાં લગ્ન કરવાના હાવાથી યુવતિને આર્મીના યુનિફોર્મ વાળા ફોટા પાડી મોકલતો હોવાનું આ કેસમાં બહાર આવ્યું છે.
મુળ હરિયાણાનો વતની અને હાલ રિલાયન્સ કંપનીમા સીકયોરીટી ઓફિસર તરીકે ફરજ બજાવતા વિકાસ વિજય સાંગવાન નામના યુવાને આર્મીમાં મેજર નહી હોવા છતાં મેજરનો યુનિફોર્મ ધારણ કર્યો હતો.
સાથે સાથે અમદાવાદ ફોરમેશન સાઈન, સર્વિસ ન્યૂબીન, અને રાષ્ટ્રીય રાયફલનો સીમ્બોલ, મીસઈલ બેઝ અને આર્મીનાં પ્રસંશાપત્ર ધારણકર્યા હતા તેમજ જી.ઓ.સી. પ્રમાણપત્ર પણ પોતાનાં ખીસ્સામાં સાથે રાખ્યા હતા.
આ બાબતની જાણ થતાં ભૂજ આર્મી કેમ્પના અધીકારી રાજેશકુમાર શનાભાઈ રાઠોડએ વિકાસ સાંગવાન સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરીયાન નોંધાવતા પો.સ.ઈ. એચ.બી. ગોહિલએ તપાસ હાથ ધરી છે.
આરોપીના લગ્ન કરવાના હોવાથી
મેજરનો યુનિફોર્મ ધારણ કરી તેના ફોટા પડાવી યુવતિઓને મોકલતો હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલવા પામ્યું છે.