ભાવનગરમાં સ્વાઈન ફ્લૂએ વધુ એક મહિલાનો ભોગ લીધો

17 દર્દીઓ સારવાર હેઠળ, મૃત્યાંક 38 થયો
રાજકોટ તા.13
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સ્વાઈન ફલુએ હાહાકાર મચાવ્યો હોય તેમ સ્વાઈન ફલુ એક પછી એક માનવ જીંદગીને ભરખી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં સ્વાઈનફલુની સારવાર લઈ રહેલી મહિલાનું મોત નિપજતા ભાવનગર જીલ્લામાં મૃત્યુઓક 38 પર પહોંચયો છે.
સ્વાઈનફલુને નાથવા આરોગ્યતંત્ર જાણે નિષ્ફળ ગયુ હોય તેમ સ્વાઈન ફલુએ અજગર ભરડો લીધો છે. ઘોઘા તાલુકાના લાકડીયા ગામની 55 વર્ષની મહિલાને સ્વાઈનફલુના લક્ષણ જણાતા તેણીને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું મહિલાનું મોત નિપજતા ભાવનગર જીલ્લામાં અત્યાર સુધીમાં 38 લોકોના સ્વાઈન ફલુથી મોત નિપજયા છે, હાલમાં ભાવનગરની સરકારી હોસ્પિટલમાં 17 દર્દીઓ સ્વાઈનફલુની સારવાર
લઈ રહ્યા છે. સ્વાઈન ફલુને નાથવા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ છે.