ભાવનગરમાંથી રૂા.500ની નકલી નોટ સાથે બે શખ્સો પકડાયા

 42 નકલી નોટ જપ્ત: લાઠી અને ભાવનગરના શખ્સો છાપી વટાવવા જતા હોવાનું અનુમાન
ભાવનગર તા.13
રૂા.500 પંદરની 42 જાલીનોટ સાથે ભાવનગરમાંથી પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે. ભાવનગર અને લાઠીનો શખ્સ ડુપ્લીકેટ નોટ વટાવવા ભેગા થયા હતા ત્યારે ભાવનગર એસ.ઓ.જી.એ બન્નેને દબોચી લીધા હતા.
દેશના અર્થતંત્રને ખોખલું કરતી જાલીનોટનું નેટવર્ક વધુ એક વખત ભાવનગરમાં બેનકાબ થવા પામ્યુ છે. મળતી વિગતો મુજબ ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.)ને મળેલ બાતમીને આધારે શહેરના સીદસર રોડ પર રહેતા ભાવેશ ઉર્ફે ભાવલો રમેશભાઈ ચૌહાણ અને અમરેલી જિલ્લાના લાઠી ખાતે રહેતા મહેશ રમેશભાઈ સાકરિયા નામના બે શખ્સોને શહેરના લીલાસર્કલ નજીકથી પોલીસે ઝડપી લઈ બન્ને પાસેથી રૂા.500ના દરની 42 જાલીનોટ કબ્જે કરી પુછપરછ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ભાવનગર અને લાઠી-અમરેલીના શખ્સો જાલીનોટ સાથે ઝડપાયા છે.