સૌરાષ્ટ્ર-કચ્છમાં અચાનક ગરમીનું મોજું

 રાજકોટ, ભાવનગર, ઓખા, મહુવા, સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી થઇ ગયું
રાજકોટ તા.13
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને સમગ્ર રાજયના હવામાનમાં 24 કલામાં જ ધરખમ ફેરફાર નોંધાયા છે. કડકડતી પડતી ઠંડી અચાનક ગૂમ થઇ ગઇછે. તે સાથે જ રાજયભરમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું હોય તેમ મોટાભાગના શહેરોનું તાપમાન 30 ડીગ્રીથી લઇ 35.9 ડીગ્રી સુધી પહોંચી ગયું છે.
ફેબ્રુઆરી મહિનામાં આ વખતે ઠંડીએ રેકોર્ડ તોડ્યો હોય તેમ કાતિલ પવનના કારણે રાજયભરમાં ઠંડીએ કહેર વર્તાવ્યો હતો. ગઇકાલ સુધી તાપમાન સીંગલ ડિઝલમાં રહ્યા બાદ અચાનક પારો ઉંચકાયો હતો અને રાજયના તમામ શહેરોમાં પારો બે થી આઠ ડીગ્રી સુધી ઉંચે ચડ્યો હતો. રાજકોટ શહેરમાં પારો ત્રણ ડીગ્રી ઉંચે ચડતા, શહેરનું લઘુતમ તાપમાન 16.7 ડીગ્રી નોંધાયું હતું. અચાનક તાપમાન વધતા વ્હેલી સવારે નગરજનોએ ફલુગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજકોટ શહેરમાં આજે ભેજનું પ્રમાણ 68 ટકા અને પ્રતિકલાક પાંચ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. ગઇકાલે શહેરનું મહતમ તાપમાન 35.9 ડીગ્રી નોંધાયું હતું. જે રાજયમાં સૌથી હાઈએસ્ટ હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ભાવનગરનું લઘુતમ તાપમાન 19.2, પોરબંદર 15.8, વેરાવળ 19.8, દ્વારકા 20.2, ઓખા 19, ભુજ16.4, સુરેન્દ્રનગર 17, કંડલા એરપોર્ટ 14, અમેરલી 17.4, મહુવા 14.1, દિવમાં 17.4 ડીગ્રી નોંધાયું હતું.
કચ્છમાં પણ એકાએક ગરમીનું પ્રમાણ વધ્યું છે. નલીયામાં એક જ રાતમાં પારો પાંચ ડીગ્રી ઉંચે ચડ્યો છે આજે નલીયાનું લઘુતમ તાપમાન 12 ડીગ્રી નોંધાયું હતું. આમ છેલ્લા 24 કલાકમાં જ હવામાનમાં ભારે ફેરફાર નોંધાયા છે.
ગઇકાલે ભાવનગર શહેરનું મહતમ તાપમાન 34.2, વેરાવળ 33.4, દ્વારકા 28.8, દ્વારકા 31.6, ઓખા 27.4, ભૂજ 35, નલીયા 33.8, સુરેન્દ્રનગર 34.4, કંડલા એરપોર્ટ 33.2, મહુવા 35.2 અને દિવમાં 31.8, ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
જૂનાગઢ
કાશ્મીરની બફર વર્ષા અને ઉતર ભારતની સખત ઠંડીના કારણે સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા કોલ્ડવેવમાં છેલ્લા બે દિવસથી ઉતરીય પવનને બદલે પવનની દિશા બદલાઈને પૂર્વીય પવનની થતા ઠંડીમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો બે થી ત્રણ ડીગ્રી ઉંચકાતા ઠંડીમાં ઘટાડો થયો છે આજે જૂનાગઢનું મહત્તમ તાપમાન 19.4 ડીગ્રી અને લઘુતમ તાપમાન 18.4 ડીગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા રહ્યું છે તેમજ પવનની ગતિન 41 કી.મી.ની રહેવા પામી છે. જયારે ગિરનાર પર્વત ઉપર 13.4 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જેથી સોરઠ તથા ગિરનાર ક્ષેત્રમાં ગઇકાલના દિવસ દરમ્યાન લોકોએ ગરમી અનુભવી હતી.
ભાવનગર
ભાવનગરમાં ઠંડીની તીવ્રતા ઘટી છે આજે શહેરનું લઘુતમ તાપમાન 13.8 ડીગ્રી અને મધ્યમ તાપમાન 34.2 ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 18 ટકા અને પવનની ઝડપ 12 કી.મી. પ્રતિકલાકની રહી હતી.
--------