કાર વેંચવાના નામે વેપારીને રૂા.3ાા કરોડનો ધૂંબો

 પોર્સે, મર્સીડીઝ, ઓડી સહિતની મોંઘીદાટ કારના બેંક એનઓસી પણ નકલી બટકાવ્યા
રાજકોટ તા.13
રાજકોટ શહેરના કાર લેવેચનો વ્યવસાય કરતા વેપારી સાથે મુંબઈના બે ગઠિયાઓએ સાડા ત્રણ કરોડની ઠગાઈ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે જેમાં બંને શખ્સોએ મોંઘીદાટ કાર બટકાવી પેમેન્ટ મેળવી લઇ લોન પણ ભરપાઈ ન કરી અને એનઓસી પણ નકલી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી પ્રનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરની પર્ણકુટી સોસાયટીમાં રહેતા અને ઓમનગર નજીક બાલાજી ઓટો નામે કાર લે-વેચનું કામ કરતા મનીષભાઈ પ્રફુલભાઇ પંડ્યા નામના વિપ્ર વેપારીએ પ્રનગર પોલીસ સ્ટેશનમાં મુંબઈના શાંતાક્રુઝમાં રહેતા સિદ્ધાર્થ પ્રકાશભાઈ માંડવીયા અને મૂળ ગાંધીધામના અને હાલ મુંબઈ રહેતા વિશાલ તન્ના સામે સાડા ત્રણ કરોડની છેતરપિંડી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2014માં તેઓને મુંબઈના વિશાલ તન્ના સાથે મુકાલાત થઇ હતી અને તેઓ પણ કાર લે-વેચનું કામ કરતા હોય વાતચીત થતા સિદ્ધાર્થ માંડવીયા સાથે મુલાકાત થઇ હતી 2014માં આ બંને પાસેથી ઝારખંડ પાસિંગની મર્સીડીઝ કાર ખરીદી હતી ધંધામાં વિશ્વાશ બેસી જતા બંને સાથે રેસકોર્સ રિંગ રોડ ઉપર રેસ્ટોરન્ટ ખાતે મુલાકાત કરી હતી ત્યાં ઇખઠ ૠઉં 12 ઈઉ 8910 જેની કિંમત 42 લાખ નક્કી થયેલ હતી જેમાં લોન ચાલુ હોવાથી 40 લાખ આપી 2 લાખ બાકી રાખ્યા હતા અને એનઓસી મળ્યા બાદ 2 લાખ આપવાની વાત કરી હતી બીજી પોરસે કાર ઙઢ 01 ઇ2 0999 જેની કિંમત 95 લાખ રૂપિયા નક્કી થઇ હતી જેની બેન્ક લોન ન હોવાથી પુરા 95 લાખ આપી દીધા હતા તેમજ અન્ય ત્રણ મર્સીડીઝ કાર ૠઉં 03 ઉંઈ 1515, ખઇં 0ઉ2 4440, ઙઢ 01 ઈૠ 0063 આ ત્રણેય કારની કિંમત 1.67 કરોડ રૂપિયા નક્કી થયા હતા જે પુરેપુરી રકમ ચૂકવી
દીધી હતી આ ત્રણેયની લોન ચાલુ હોય પુરી થયા બાદ બેન્ક એનઓસી આપવાની વાત કરી હતી તેમજ ઓડી કાર ૠઉં 12 ઈઉ 3330 કાર ક્લિયર હોવાનું અને ફોક્સવેગન ફાઈનાન્સની બેન્ક લોન કમ્પ્લીટ હોય એનઓસી પણ દેખાડી હતી જેથી તે કારના ટોકન પેટે 2 લાખ આપ્યા હતા પરંતુ તપાસ કરાવતા ભુજ આરટીઓ ખાતેથી આ એનઓસી બોગસ હોવાનું અને લોન ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોતે આ બેલડી પાસે પોતાના સાડા ત્રણ કરોડ રૂપિયા પરત મેળવવા અનેક ફોન કરવા છતાં પૈસા નહિ આપી અમારી પાસે મુંબઈના ગુંડાઓ છે હવે પછી ફોન કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા અંતે ફરિયાદ નોંધાવી હતી આ અંગે પીએસઆઇ એમ જે રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.