‘મેરા પરિવાર, ભાજપ પરિવાર’ બનાવવા હવે કોંગ્રેસ તોડો અભિયાન

 અમિત શાહે અમદાવાદમાં ભાજપના ટોંચના નેતાઓ સાથે બેઠક યોજી કોંગ્રેસમાંથી હજુ કેટલા નેતાઓ તોડી શકાય તેનો અભિપ્રાય લીધો!!
રાજકોટ તા.13
‘મેરા પરિવાર ભાજપ પરિવાર’ અભિયાનનો પ્રારંભ કરવા આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સાંજે અમદાવાદના સરકીટ હાઉસ ખાતે ટોચના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. જેમાં ભાજપના હાલના 26 સાંસદો પૈકીમાંથી કેટલા ને ટિકીટ આપવી અને કેટલા સાંસદોને શા માટે પડતા મૂકવા તેની ચર્ચા વિચારણા કરાશે ઉપરાંત તાજેતરમાં જ કોંગ્રેસમાંથી આશાબેન પટેલને તોડીને ભાજપમાં લવાયા હતા.
આ જ રીતે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માંથી કયા કયા નેતા કે આગેવાનોને આશાબેનની જેમ જ ભાજપમાં ખેંચી લાવવા તેની પણ ચર્ચા થશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ બેઠકમાં હાજર રહેલા ભાજપના ટોચના નેતાઓ પાસેથી આ સંદર્ભમાં સૂચનો અને અભિપ્રાય પણ મેળવશે ભાજપના હાલના જે સાંસદોને રિપિટ નથી કરવાના તો તેમની જગ્યાએ કયા ઉમેદવારને ચૂંટણી લડાવી તે માટે પણ અભિપ્રાયો લેવાશે.
ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં આવવા માગતા આગેવાનો અને કાર્યકરો સાથે આગામી દિવસોમાં બેઠક કરી તેઓને ભાજપમાં લઇ લેવા છે અમિત શાહ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, લોકસભાની ચૂંટણીના ગુજરાતના પ્રદેશ પ્રભારી ઓમ પ્રકાશ માથુર, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, તેમજ ભાજપ સંગઠનના અને કેટલાક ટોચના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે ગુજરાતના નેતાઓ પાસેથી છેલ્લામાં છેલ્લી રાજકીય પરિસ્થિતિની વિગતો
મેળવ્યા બાદ અમિત શાહ હવે આગામી દિવસોમાં કેવા પ્રકારનો નિર્ણય લેવો તેની વ્યૂહરચના પણ કરશે.
ચૂંટણી જીતવા માટે ભાજપનો સૌથી મોટો અને મહત્વનો ભાજપનો પ્લાન છે. કાર્યકરોને સંપર્ક અભિયાન દ્વારા તમામ મતદારો સુધી પહોચવા આહ્વાન કર્યુ છે.ભાજપ શાસિત રાજ્યો અને કેંદ્ર સરકારની યોજનાનો લાભ લેનારા લોકોને પણ સંપર્ક અભિયાનમા આવરી લેવાશે. આ અભિયાન માટે ભાજપે સ્પેશ્યલ ટીમની કરી છે રચના. કેંદ્રીય સ્તરે બનાવેલી સંપર્કની ટીમમા ગુજરાત ભાજપના ભાર્ગવ ભટ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપના કાર્યકરો 26 ફેબ્રુઆરીએ પોતાના ઘર પર દિવડા કરવા આહ્વાન કર્યુ હતુ. દેશભરમા આ પ્રકારે ભાજપના કાર્યકરો પોતાના ઘરે દિપક પ્રગટાવી ઉજવણી કરશે. દરેક વિધાનસભા વિસ્તારમાં વિજય સંકલ્પ રેલી દ્વારા શક્તિ પ્રદર્શન
ભાજપનો અંતિમ કાર્યક્રમ વિજય સંકલ્પ રેલીનો છે. તમામ વિધાનસભા બેઠક પર ભાજપ બાઈક રેલી યોજશે. ચૂંટણીની જાહેરાત પહેલા એક પ્રકારે માહોલ બનાવવા અને શક્તિ પ્રદર્શન રુપે કાર્યક્રમ કરાશે. રેલીના આયોજન માટે પ્રથમ વાર કેંદ્રીય સ્તરે કમીટીની રચના કરવામાં આવી છે. આ સમિતિમા પણ ગુજરાતના પૂર્વ યુવા મોરચાના અધ્યક્ષ પ્રદિપસીહ વાઘેલાનો સમાવેશ કરાયો છે. ભાજપે ઉપરોક્ત ચાર કાર્યક્રમથી લોકસભા ચૂંટણી પહેલા ગ્રાઉન્ડ સ્તર સુધી પહોચવા કમર કસી છે.