ધોતીધારીની બોલિંગ, કૂર્તાધારીની બેટિંગ, કોમેન્ટ્રી સંસ્કૃતમાં...

  • ધોતીધારીની બોલિંગ, કૂર્તાધારીની બેટિંગ, કોમેન્ટ્રી સંસ્કૃતમાં...
  • ધોતીધારીની બોલિંગ, કૂર્તાધારીની બેટિંગ, કોમેન્ટ્રી સંસ્કૃતમાં...
  • ધોતીધારીની બોલિંગ, કૂર્તાધારીની બેટિંગ, કોમેન્ટ્રી સંસ્કૃતમાં...

વારાણસીમાં સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં મંગળવારે અનોખો ક્રિકેટ મેચ રમાયો હતો. મેચમાં તમામ ખેલાડીઓએ ધોતી-કુર્તા પહેરીને બેટિંગ-બોલિંગ કરી હતી. મેચ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રીએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અવસર હતો સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના શાસ્ત્રાર્થ મહાવિદ્યાલયના ડાયમંડ જ્યુબેલી વર્ષમાં પ્રવેશ કરવા દરમિયાન આયોજીત સંસ્કૃત ક્રિકેટ સ્પર્ધાનો. વિશ્વવિદ્યાલયના મેદાનમાં રમાઈ રહેલી આ ક્રિકેટ સ્પર્ધા દરમિયાન બોલ ફેંકવા જઈ રહેલા બટુકને જોઈને કોમેન્ટ્રેટરે કહ્યું, અજીવ સુંદરયા કંદુક પ્રક્ષેપણેન, દંડ ચાલક: સ્તબ્ધોજાત. આ સાંભળ્યા બાદ દર્શકોએ તાળીઓનો ગળગળાટ કર્યો હતો. બટુકોએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. મેચનું ઉદ્ઘાટન આંતરરાષ્ટ્રીય મહિલા વેટરન ખેલાડી નીલૂ મિશ્રા અને કાશી વિશ્વનાથ મંદિરના અર્ચક પંડિત શ્રીકાંત મિશ્રએ કર્યું હતું. શાસ્ત્રાર્થ મહાવિદ્યાલય તરફથી આયોજીત આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે. ધોતી-કુર્તામાં બટુકોને વિકેટ વચ્ચે રન માટે દોડ લગાવતા જોવા માટે દર્શકોનો ભીડ જોવા મળી હતી. માથા પર ત્રિપુંડ લગાવીને પારંપારિક ગણવેશમાં દેવોની વાત કરનારા બટુકો ક્રિકેટ મેદાનમાં સહજ ભાષાની સાથે ક્રિકેટ રમી રહ્યાં છે. ક્રિકેટની ટૂર્નામેન્ટમાં અમ્પાયરિંગ રણજી ખેલાડી ધીરજ મિશ્રા અને સંજીવ તિવારીએ પણ ધોતી-કુર્તા પહેરીને કર્યું.