કપિલને ફ્રાન્સની સરકારે કહ્યું, ‘આવો કયારેક હનિમૂન કરવા’

  • કપિલને ફ્રાન્સની સરકારે કહ્યું,  ‘આવો કયારેક હનિમૂન કરવા’
  • કપિલને ફ્રાન્સની સરકારે કહ્યું,  ‘આવો કયારેક હનિમૂન કરવા’

મુંબઈ તા.13
કોમેડિયન એકટર કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથને પેરિસમાંથી હનિમુન માટેનું આમંત્રણ મળ્યું છે. કપિલ શર્માએ વર્ષ 2018માં પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા છે. પરંતુ, વ્યસ્ત શેડયુલને કારણે તે અત્યાર સુધી હનિમુન પર જઈ શકયો નથી. ફ્રાંસના રાજદૂત અલેકસ અંદ્રે જિએંગલેરએ પેરિસમાં ફરવા માટેનું આમંત્રણ આપ્યું છે. પેરિસમાં પણ અનેક જગ્યાઓ ફરવા અને માણવા લાયક છે.
પેરિસ એક રોમેન્ટિક ડેસ્ટિનેશન છે. આ શહેરનું સૌદર્ય માત્ર દિવસે જ નહીં પણ રાત્રે પણ માણવા જેવું છે. રાત્રે અહીંની શેરીમાં ટહેલવાનો આનંદ લેવા જેવો છે. પેરિસમાં સિન નદીના કિનારે અનેક યુગલો ફોટા પડાવે છે. આ સિવાય એફિલ ટાવર પણ અહીંનું આકર્ષણનું કેન્દ્ર છે. ટાવરના ટોપ પરથી સમગ્ર પેરિસનો નજારો જોઈ શકાય છે. ટાવરની નીચે પણ ગાર્ડન અને પિકનિક સ્પોટ છે. રાત્રીના સમયે એફિલ ટાવરનો નજારો જોવા જેવો હોય છે. ધપાર્કથી જાણીતું ટેમ્પલ ઓફ લવ એક વખત જોવા જેવું છે. આ જગ્યાની ખાસ વાત એ છે કે, આ મંદિર સુધી પહોંચવા માટે બોટ રાઈડિંગ કરવાનું રહે છે. આ મંદિર આઈલેન્ડ પર છે. ટેમ્પલ ઓફ લવમાં પાર્ટનરને કિસ કરવાથી સંબંધમાં મજબૂતી આવે છે આવી એક અહીં માન્યતા છે. આ મંદિરનો નજારો પણ માણવા જેવો છે. ગોળાકારમાં આવેલા આ મંદિરની આસપાસની જગ્યા પણ સરસ છે.
ગાર્ડન ઓફ રોમાંસના નામથી જાણીતુ ઙફભિ ઉયત ઇીિિંંયત નામની એક જગ્યા છે. જે 61 એકરમાં ફેલાયેલું છે. આ સમગ્ર વિસ્તાર પહાડી વિસ્તાર છે. એક નાનકડા વિસ્તારને કટ કરીને આ પાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં લેક, ઝરણાઓ, ઝુંપડીઓ અને વોક-વેનો સમાવેશ થાય છે.