વર્ષના અંતમાં કમબેક કરશે સાનિયા મિર્ઝા

 પગની ઈજા અને પુત્રીનાં જન્મ બાદ ફરી એક વખત મેદાનમાં ઉતરવા સાનિયા તૈયાર: પ્રેક્ટિસ શરૂ કરી
બેંગલુરુ તા.13
ભારતની અગ્રણી ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા તેની પુત્રીના જન્મ પછી આ વર્ષના અંતમાં રમતમાં પાછા ફરવાનો વિચાર કરી રહી છે.
32 વર્ષની સાનિયા છેલ્લી વેળા ગયા ઑક્ટોબરમાં ચાઈના ઓપન સ્પર્ધામાં રમી હતી જ્યારે તેણે ઘૂંટણની ઈજા થવાથી તે લાંબા સમય માટે ટેનિસમાંથી બાકાત થઈ ગઈ હતી. સાનિયાએ ગયા ઑક્ટોબરમાં પુત્રીને જન્મ આપ્યો હતો અને તેણે કહ્યું હતું કે પોતે હવે રમતમાં પાછી ફરવા ઈચ્છે છે તથા તે માટે પોતે ટ્રેનિંગ કરવી ટૂંક સમયમાં શરૂ કરશે.ટેનીસ મારું જીવન છે અને ટેનિસની રમતમાંથી મને જીવનમાં બધુ મળ્યું છે, એમ સાનિયાએ કહ્યું હતું.સાનિયાએ વધુમાં કહ્યું હતું કે પોતે જર્મનીની મહાન ખેલાડી સ્ટેફી ગ્રાફ પાસેથી દાખલો લેવા માગે છે જેણે 22 ગ્રાન્ડ સ્લેમના તાજ જીત્યા હતા અને પોતાના લગ્ન અને સંતાનના જન્મ પછી પણ ઘણી સારી સિદ્ધિ મેળવી હતી. સાનિયાએ કહ્યું હતું કે તેના મત મુજબ સ્ટેફી ગ્રાફ સૌથી મહાન ખેલાડી છે.