‘પાક. ટીમનું સ્તર સુધરે તો ભારત સામેથી રમવા માગશે’

  • ‘પાક. ટીમનું સ્તર સુધરે તો  ભારત સામેથી રમવા માગશે’

 નવા મેનેજિંગ ડાયરેક્ટર વસીમ ખાનનું અનુમાન
લાહોર તા.13
પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના નવા મેનેજીંગ ડાયરેકટર વસીમ ખાને કહ્યું કે પાકિસ્તાનને પોતાની રમતનું સ્તર એટલું ઉંચું કરવું પડશે કે આ રમતના સુપરપાવર ભારતને તેમની વિરૂદ્ધ રમવા માટે મજબૂર થવું પડે.
આ અંગે બીસીસીઆઈના એક અધિકારી એ કહ્યું કે આપણે એ સમજવું જઇએ કે અમને પાકિસ્તાન સામે ક્રિકેટ રમવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી નથી. પરંતુ અમે નથી ઇચ્છતા કે આનાથી બે સરકારોની વચ્ચે કોઇ મુશ્કેલી વધે. તેમણે આગળ કહ્યું કે એક વખત બરાબર થઇ જાય તો સારું છે.ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમોના સંબંધોમાં કડવાશના લીધે 2007 બાદ દ્વિપક્ષીય સીરીઝ રમાતી નથી.
વસીમ ખાને લાહોરમાં કહ્યું કે મને લાગે જ્યારે પાકિસ્તાન ટોચના સ્તરની ટીમ બની જશે ત્યારે એવી સ્થિતિ બની શકે છે કે ભારત આપણને સીરીઝ રમવા માટે કહે. દ્વિપક્ષીય સીરીઝ નહીં રમાવાના લીધે બંને ટીમો આઇસીસી અને એશિયન ક્રિકેટ પરિષદની આયોજીત સીરીઝમાં રમાય છે.
અહસાન મનિ એ ગયા વર્ષે ઑગસ્ટમાં પીસીબીના અધ્યક્ષ બન્યા બાદ કહ્યું હતું કે બોર્ડ ભારત સામે રમવાની ભીખ માંગશે નહીં. મનિ એ પણ વસીમ ખાનની વાતોનું સમર્થન કરતાં કહ્યું કે પીસીબી એ પોતાના સ્તરમાં ઘણો સુધારો કરી ટોચની ત્રણ ટીમોમાં સામેલ થવું પડશે ત્યારે ભારત ખૂદ આપણી વિરૂદ્ધ રમવા માંગશે.