જુઓ 1965 TRUE LoveStory : સંઘર્ષ અને વિશ્ર્વાસની કથા

હિન્દી ફિલ્મોમાં આપણે ઘણી વખત યુદ્ધના સમયની લવ સ્ટોરી જોઈ છે.આવી પ્રણય કથામાં પ્રેમ અને સાહસ વણાયેલા હોય છે. આવી જ સત્ય પ્રણયકથા 1965માં ગોંડલની 11માં ધોરણમાં ભણતી યુવતી અને જામનગરમાં પ્રથમ વર્ષ બી.કોમ.માં ભણતા યુવકની છે.પરિવારનો વિરોધ, સામાજિક અસ્વીકાર,આર્થિક કટોકટી અને અનેક સંઘર્ષ પછી આજે સમાજ પરિવાર અને જ્ઞાતિમાં માનભર્યું સ્થાન મેળવી,સંતાનોને પણ ભણાવ્યા પરણાવ્યાં બાદ આજે સુખ અને સંતોષની જીંદગી જીવે છે. આ વાત છે નિવૃત્તિના આરે પહોંચેલ પ્રવિણભાઈ પટેલ અને ઉષાબેન પટેલની. બંને પોતાની વાત કરતા ભૂતકાળમાં પહોંચી જાય છે.
એ સમય પાકિસ્તાન સાથેના યુદ્ધનો હતો બોમ્બ ફેંકવાની તેમજ બ્લેક આઉટની ઘટનાઓ વચ્ચે જામનગર ભણતા પ્રવિણભાઈને તેમના સંબંધી તેમને ગોંડલ લઈ ગયા. તેમના સંબંધી અને ઉષાબેનના પિતા મિત્ર હતા તેથી આવવા-જવાનું બનતું આ રીતે તેઓ પરિચયમાં આવ્યા અને ધીમે ધીમે એકબીજાને પસંદ કરવા લાગ્યા. ઉષાબેનને વાંચનનો ખૂબ શોખ તેથી વિચારોમાં મેચ્યોરિટી હતી એક વાર પ્રવિણભાઈ મનમાં વસી ગયા બાદ બીજે લગ્ન ન કરવાનો નિર્ધાર કર્યો તો સામે પક્ષે હેન્ડસમ પ્રવિણભાઈને સામાન્ય દેખાતા ઉષાબેન પસંદ પડી ગયા. જ્ઞાતિએ ઉષાબેન જૈન અને પ્રવિણભાઈ પટેલ તેથી બીજી જ્ઞાતિમાં લગ્નનો નિર્ણય બોમ્બ વિસ્ફોટ સમાન હતો.બંને મક્કમ હોવાથી કોઈ વિરોધ ડર તેમને ડગાવી શક્યો નહીં.14 જાન્યુઆરી 1966માં મંદિરમાં જઇને ભગવાનની સાક્ષીએ એકબીજાનો સાથ નિભાવવા વચન આપ્યું જે જીવનભર બંનેએ પાળ્યું. તેમના સંબંધને અગ્નિની સાક્ષી કે સાત ફેરાની જરૂર ક્યારેય પડી નથી. પુત્ર શૈલેષ અને પુત્રવધૂ કિરણના ઘરે પણ દીકરીઓ ખુશી અને શ્રેયા છે. શ્રેયાના ઘરે પણ દીકરો અયાંશ છે. અને પુત્રી શિલ્પાને પણ દીકરી પુષ્ટિ છે. ઉષાબેને જણાવ્યું કે લગ્ન પછી તેમને સાસુ,જેઠાણી બધાનો ખૂબ સપોર્ટ મળ્યો.આર્થિક, સામાજિક નામ કમાવવા માટે દરેક પ્રકારે એકબીજાને સાથ આપ્યો.આજે દીકરા દીકરીના સંતાનોને ગ્રાન્ડપેરેન્ટ્સની સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ લાગે છે.તેમના જીવનની આ વાત યુવાનો માટે પ્રેરણાદાયી છે.કોઈ પ્રોમિસની આપ-લે વગર એકબીજાને સાથ આપવાનું પ્રોમિસ જીવનભર પાળ્યું.આજે લગ્નજીવનના ભંગાણ તેમજ પ્રેમમાં બ્રેક અપ થતા યુવાનો નિરાશાનો ભોગ બને છે ત્યારે વેલેન્ટાઈન ડે ના તેમની વાતો ગાંઠે બાંધવા જેવી છે. તેમને મધુર જીવનની શુભેચ્છાઓ... એકબીજાનો વિશ્ર્વાસ જ મુખ્ય આધાર
પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કર્યા છતાં આજે બંને પરિવારોમાં તેમનું માનભર્યું સ્થાન છે જેના માટે તેઓએ બહુ પુરુષાર્થ અને સંઘર્ષ કર્યો છે નવી પેઢીને સંદેશ આપતા પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે ભાગદોડભર્યા જીવનમાં તું તું મેં મેં તો થવાની જ પરંતુ પ્રેમ,વિશ્ર્વાસ અને જતુ કરવાની ભાવના હોય તો દરેક જંગ જીતી જવાય છે. જેને પ્રેમ કરો તે અને તેના પરિવાર માટે પણ આદર રાખો,ભવિષ્યનો વિચાર કરીને નિર્ણય લો.માતા-પિતા-વડીલોનું માન રાખો તેનો વિશ્ર્વાસ જીતો.બાહ્ય પ્રેમ નહીં પરંતુ અંદરથી પણ એકબીજા પ્રત્યે માન, સન્માન, કાળજી રાખો. કિડની ગિફ્ટ કરી પત્નીનું જીવન બચાવતો સાચો પ્રેમી
વર્ષ 2013ની સત્ય વાત છે જેમાં પોતાની પત્નીની કિડની ખરાબ થયાના નિદાન થયા પછી, 52 વર્ષીય વસીમે તેની એક કિડની તેની પત્ની આયેશાને દાન આપી હતી. વસીમે કહ્યું હતું કે ’હું અને આયેશા મુંબઇ, પૂણે, હૈદરાબાદ અને અન્ય સ્થળોએ ગયા હતા. તેના કિડનીની બિમારી માટે ઉપચારની શોધમાં. "જ્યારે કંઇપણ ઉપચાર કારગત નહોતો ત્યારે ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું સહેલું હતું પણ કિડની મેળવવી અઘરી હતી ત્યારે મેં મારી એક કિડની ઓફર કરવાનું નક્કી કર્યું. મારા માટે મારી પત્નીનું જીવન મહત્ત્વનું હતું. એક પ્રેમે પીડા આપી બીજાએ આપ્યું જીવન
લક્ષ્મીનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ તેના એસિડ હુમલા માટેનું કારણ હતું. તે એ વિચારથી જ દુ: ખી હતી કે જે વ્યક્તિને તમે પ્રેમ કરો એ વ્યક્તિ તમને ભયાનક રીતે નુકસાન કંઈ રીતેપહોંચાડી શકે ?નિરાશાએ તેને ઘેરી લીધી હતીપરંતુ લક્ષ્મીએ તેના ભયાનક ભૂતકાળને ભૂલી જવાનું નક્કી કર્યું. ધીમે ધીમે જુદી જુદી પ્રવૃત્તિમાં મન પરોવવા લાગી.
2 વર્ષ પછી, તેણીને એક વ્યક્તિ આલોક મળ્યો જે સામાજિક કાર્યકર હતો તેણે લક્ષ્મીનો બાહ્ય દેખાવ ન જોતા સુંદર આત્માને ઓળખ્યો અને પ્રેમ માટે પ્રસ્તાવ મૂક્યો.લક્ષ્મીએ તે સ્વીકાર્યો . આજે બંને એક સાથે રહે છે અને એક બાળક પણ છે. ફરીથી પ્રેમ અને લગ્ન કરી પત્ની પાછી મેળવી
એક કાર અકસ્માત પછી એન્જેલા તેણીના જીવનના છેલ્લા 15 વર્ષ ભૂલી ગઈ હતી.લગ્ન,પરિવાર,પતિ કોઈ પણ વસ્તુ તેને યાદ નહોતી.આવા સંજોગોમાં પરિવાર તો ઠીક પણ પતિની હાલત ખરાબ થાય છે પત્નીની પીડાનું દુ:ખ તો હોય જ છે સાથે પત્ની ગુમાવવાનો ડર પણ હોય છે.અહીં પતિ જૈફ કે જેણે ખૂબ ધીરજથી કામ લીધું .13 વર્ષના લગ્નજીવનને ભૂલી જનાર પત્નીના ફરીથી પ્રેમમાં પડવાનું નક્કી કર્યું. ખૂબ ધૈર્ય અને પ્રેમપૂર્વક તે આ કાર્યમાં આગળ વધ્યા અને આખરે એન્જેલાનો પ્રેમ જીતવામાં સફળ રહ્યા.અને એ વર્ષ 2016નું હતું જ્યારે ફરીથી તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. મંદિરમાં ભગવાનની સમક્ષ આપેલ એકબીજાને સાથ આપવાનું વચન જીવનભર નિભાવ્યું:તેમના સંબંધને અગ્નિની સાક્ષી કે સાત ફેરાની જરૂર ક્યારેય પડી નથી
લગ્નજીવનના ભંગાણ તેમજ પ્રેમમાં બ્રેક અપ થતા યુવાનો નિરાશાનો ભોગ બને છે ત્યારે વેલેન્ટાઈન-ડે ના તેમની વાતો ગાંઠે બાંધવા જેવી છે