વેલેન્ટાઈન ડે સ્પેશ્યલ વાનગી - બ્રેડ ડેઝર્ટ (બ્રેડ ચોકો હાર્ટ)

બ્રેડ ડેઝર્ટ (બ્રેડ ચોકો હાર્ટ)
: સામગ્રી :
10 નંગ - બે્રડ સ્લાઈઝ
1 કપ ડેઝીકેટેડ કોકોનટ (જીણો ટોપરાનો ભૂકકો)
મિકસ ફૂટ જામ જરૂર મુજબ
રેડ ફુડ કલર 1 કપ
મેલ્ટેડ ડાર્ક ચોકલેટ
ડેકોરેશન માટે રેડ સુગર હાર્ટ
: પધ્ધતિ :
સૌ પ્રથમ બ્રેડને હાર્ટ શેઈપના કુકીકટરથી કટ કરવી ત્યારબાદ ડેઝીકેટેડ કોકોનટમાં જરૂર મુજબ રેડ ફૂડકલર અને મિકસ ફૂટ જામ એક કરવો (કોકોનટનો બોલ્સ બને એટલું બાઈન્ડીંગ આવે તે પ્રમાણે જામ એડ કરવો) હવે બ્રેડ સ્લાઈઝ હાર્ટને મેલ્ટેડ ચોકલેટમાં ડિપ કરી સેટ થવા રાખવી. સેટ થયા બાદ એક બ્રેડ હાર્ટ પર બનાવેલ કોકોનટ જામનું મિશ્રણનું લેયર કરવું હવે તેનાપર બીજી બ્રેડ સ્લાઈઝ હાર્ટ રાખી થોડું પ્રેસ કરવું ઉપર રેડ સુગર હાર્ટ અથવા ચેરી સ્ટ્રોબેરી સ્લાઈઝથી ગાર્નિશ કરવું.
પન્ના કોટા
: સામગ્રી :
1 ટે સ્પુન અગર - અગર પાઉડર
3 ટે સ્પુન ખાંડ
1/4 કપ દૂધ
1 કપ વ્હીપી ક્રિમ
1 ટી સ્પુન સ્ટ્રોબેરી ઈમલસને
: સજાવટ માટે :
સ્ટ્રોબેરી ક્રશ : સીલ્વર બોલ્સ
: રીત :
સૌ પ્રથમ એક પેનમાં દૂધ અને અગર - અગર પાઉડર મિકસ કરી ઉકાળવું.
પાઉડર મેલ્ટ થાય એટલે તેમાં ક્રિમ એડ કરી મિકસ કરવું.
હવે તેમાં સ્ટ્રોબેરી ઈમલસન એડ કરવું.
બબલ્સ આવે એટલે ગેસ બંધ કરી.
મિશ્રણને બાઉલમાં લેવું.
ઠંડુ થાય એટલે આ મિશ્રણને હાર્ટ શેઈપના સિલીકોન મોલ્ડમાં ભરવું.
ફ્રીઝમાં 3થી 4 કલાક સેટ થવા રાખવું.
સેટ થયા બાદ સર્વિગ પ્લેટમાં અનમોલ્ડ કરી ઉપર સ્ટ્રોબેરી ક્રશ અને સિલ્વર બોલ્સથી ગાર્નિશ કરી સર્વ કરવું.