જેતપુર - નવાગઢ હાઇવે પર અકસ્માત...ડિવાઈડર પર કાર ચડી જતા એક ને ગંભીર ઇજા... એક યુવતી નું મોત..બન્ને સગાઈ થયેલ હતી.

જેતપુરના નવાગઢ વિસ્તારમાં શ્વાનને બચાવવા જતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડીવાઇડર પર ચડી ગઇ હતી. જેમાં જામકંડોરણાની યુવતી હર્ષાબેન રાદડિયા (ઉ.23)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સગાઇ બાદ બંને ફરવા નીકળ્યા હતા.