કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે માદરે વતનમાં ઉત્તરાયણ મનાવી

આણંદઃ ઉત્તરાયણના દિવસની રાજ્યમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે લોક ગાયક કીર્તિદાન ગઢવીએ પણ આણંદ ખાતે પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણી હતી. આ પ્રસંગે કીર્તિદાન ગઢવીએ લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પણ પાઠવી હતી.