વિજય રૂપાણીએ મિત્રો સાથે રાજકોટમાં ચગાવી પતંગ

રાજકોટ: રાજકોટમાં વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે પતંગ ચગાવી હતી. મિત્રો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સીએમના મિત્રોના ગ્રુપનું નામ ડર્ટી ડઝન છે. દર વર્ષે રૂપાણી પોતાના આ ગ્રુપ સાથે પતંગ ચગાવી ઉજવણી કરે છે. આ પ્રસંગે રૂપાણીએ જણાવ્યું તું કે, અનામતનો કાયદો એ માત્ર ચૂંટણીલક્ષી જાહેરત જ નહીં કાયદો બનાવી અમલમાં પણ લાવ્યા. ચૂંટણીલક્ષી જાહેરાત કરનારાઓની દુકાનો બંધ થઇ છે.