મુખ્યમંત્રીએ રાજકોટ શહેર-જિલ્લામાં ફરનારી વોલ્વો બસને પ્રસ્થાન કરાવ્યું

રાજકોટઃ મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ જિલ્લાના ખાસ વિસ્તારોમાં શિક્ષણના પ્રસાર માટે ફરનારી વિઝડમ ઓન વ્હિલ્સ એટલે કે WoW બસને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલી આ WoW બસ, રાજકોટ શહેર અને જિલ્લાના ખાસ વિસ્તારોમાં વસતા શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ફરવાની છે. આ સિવાય મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોએ 11 બાળકોને WoW કિટ્સ આપી હતી. આ કિટ્સમાં શિક્ષણને લગતા સાધનો રાખવામાં આવ્યા હતાં.