કર્નાટક સરકારના ૦૮ ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ, BJP લાવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ: સૂત્ર

  • કર્નાટક સરકારના ૦૮ ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ, BJP લાવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ: સૂત્ર

કર્નાટકમાં રાજકીય ગતિવીધીઓમાં ભારે હલચલ જોવા મળી રહી છે. કુમારસ્વામી સરકાર પર સંકટ દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા બીજેપી પર તેમના ધારાસભ્યોને ખરીદીવાનો આરોપ લગાવામાં આવ્યો છે. જ્યારે બીજેપીએ પણ આ અંગે પલટવાર કર્યો છે. સૂત્રોનું માનીએ તો, કોંગ્રેસમના 10 અને જેડીએલના 3 ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં છે. બીજેપી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, કે 13 ધારાસભ્યો વહેલી તકે રાજીનામાં આપે. બીજેપી કર્નાટકમાં કુમારસ્વામી સરકાર સામે આવતા મહિને અવિશ્વાસનો પ્રસ્તાવ પણ લાવી શકે છે. 

આ સિવાય. બીજેપીએ તેમની પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી બોલાવી લીધા છે. કર્નાટકના ધારાસભ્યોની બેઠક 1.30 વાગ્યે દિલ્હીના વેસ્ટર્ન કોર્ટ એનેક્સીમાં થઇ હતી. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ યૈદુરપ્પાની સાથે સાથે પ્રદેશ ભાજપના મોટા ભાગના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે જણાવામાં આવી રહ્યું છે, કે આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી થઇ પરંતુ સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર બેઠકમાં રાજ્યની રાજનીતિક પરિસ્થિતી પર ચર્ચા કરવાની સાથે બીજેપીએ તેમના ધારસભ્યોને એકસાથે રાખી રહી છે. જેથી તોડ-ફોડથી બચી શકાય. બીજેપી કેન્દ્રીય નેતૃત્વમાં કર્નાટકમાં રાજનૈતિક પરિસ્થિતિને ધ્યાને રાખીને તેના ધારાસભ્યોને ગુડગાંવ નજીક આવેલા એક રિસોર્ટમાં સિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

Releted News