ભાવનગર: સરપંચના પતિએ દલીતના મૃતદેહનો દફનવિધીનો કર્યો ઇનકાર, સમાજમાં રોષ

  • ભાવનગર: સરપંચના પતિએ દલીતના મૃતદેહનો દફનવિધીનો કર્યો ઇનકાર, સમાજમાં રોષ

ભાવનગર: જિલ્લાનું નવા રતનપર ગામમાં દલીત પર અત્યાચારની ઘટના આવી છે. ઘટાના એવી છે, કે કેશવભાઈ સુમરા નામનાં દલિત આધેડનું અવસાન થતાં નવા રતનપર ગામનાં સરપંચના પતિ દ્વારા સ્મશાનમાં દફનવિધિ કરવાની ના પાડી હોવાનો અક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે સરપંચના પતિની અગાઉ 9 મહિના પહેલા પણ આ પ્રકારની દબંગાઇ સામે હતી. 

નવા રતનપરાના સરપંચના પતિ દ્વારા અવાર-નવાર દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સપંચના પતિનું નામ જગદીશ બારેયા છે.ત્યારે સરપંચ દ્વારા સ્મશાનમાં દફનવિધી ન કરવા દેતા ગામના દલિત સમાજના લોકોએ મૃતદેહને લઇને ભાવનગર ડીએસપી કચેરી પહોંચ્યા છે.