ગુજરાતમાં ઘાબા પરથી પડવાના કુલ 117 કેસ, દોરી વાગવાની 84 ઘટના રાજકોટ્માં ૪૫

  • ગુજરાતમાં ઘાબા પરથી પડવાના કુલ 117 કેસ, દોરી વાગવાની 84 ઘટના રાજકોટ્માં ૪૫

ઉત્તરાયણને લઇને પતંગ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સારો પવન હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ પતગ ચકાવીને ઉતરાયણની મઝા માણી હતી. જ્યારે સાંજે 6 વાગ્યા સુધીમાં અમદાવામાં અકસ્માતો સહિત અનેક એવા બનાવો સામે આવ્યા જેમાં 108ને ઇમરજન્સી કોલ્સ મળ્યા હતા. 

શહેરમાં ધાબેથી પડવાના કુલ 21 જેટલા કેસો સામે આવ્યા હતા. જ્યારે દોરી વાગવાના પણ આશરે 55 જેટલા કેસો સામે આવ્યા હતા. જ્યારે દોરી વાગવાને કારણે મહેસાણા કસ્બા વિસ્તારના લવાર ચોક પાસે એક બાળકનું મોત થયું હતું. જ્યારે બનાસકાંઠાના ડીસાના વાડીરોડ વિસ્તારમાં ધાબા પરથી નીચે પડી જતા એક બાળકીનું મોત નીપજ્યું છે.

Releted News