ઉત્તરપ્રદેશ: પ્રયાગરાજમાં કુંભમેળાની પારંપરિક શરૂઆત, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

  • ઉત્તરપ્રદેશ: પ્રયાગરાજમાં કુંભમેળાની પારંપરિક શરૂઆત, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આજથી કુંભ મેળાની શરૂઆત થઈ છે. ત્યારે મેળા માટે હજારો શ્રદ્ધાળુઓ મોડી રાતથી ઉમટ્યા છે. અહીં આવેલા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

ખાસ કરીને સુરક્ષાની વાત કરવામાં આવે તો અહીં 22 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સાથો સાથ અર્ધસૈનિક બળની 80 બટાલિયન પણ તૈનાત કરવામાં આવ્યા છે. તો પોલીસના જણાવ્યા મુજબ આ કુંભમેળામાં પહેલીવાર એરબોર્ન સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. સરકારે કુંભ માટે ભવ્ય અને દિવ્ય કુંભનો નારો આપ્યો છે તો પોલીસે સુરક્ષિત કુંભનો નારો આપ્યો છે. કુંભ મેળામાં પહેલીવાર એરિયલ સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા માટે હ્યુમન અને ટેક ઈન્ટેલીજન્સ, એર સર્વિલન્સ, હાવાઈ સ્નાઈપર્સની મદદ લેવામાં આવી છે.

આ ઉપરાંત ગંગા નદીમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે 10 હજાર ક્યૂસેક પાણી પણ છોડવામાં આવશે. કુંભ મેળામાં કુલ 1 લાખ 22 હજાર ટોયલેટ પણ બનાવવામાં આવ્યા છે. આ સિવાય 15 એવા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે કે જ્યાં ખોવાયેલી કે મળેલી ચીજવસ્તુઓ જમા કરાવી શકાશે.