મોડી રાત્રી સુધી પતંગ બજારમાં ખરીદી,યુવાનોનો ઉમટીયા પતંગ લેવા

રાજકોટ: ઉત્તરાયણનો દિવસ એટલે આકાશને રંગબેરંગી પતંગોથી રંગવાનો તહેવાર. રવિવારે રજા અને સોમવાર મકરસંક્રાંતિની રજા મળતા રાજકોટમાં તહેવારને લઇને રોનક વધી ગઇ છે. રવિવારનો આખો દિવસ પતંગ બજારમાં લોકોએ ધૂમ ખરીદી કરી હતી મોડી રાત સુધી બજારમાં રોનક જોવા મળી હતી. લોકોએ હોંશે હોંશે પતંગો ખરીદી લીધી પણ સોમવારે મકરસંક્રાંતિએ સવારે પવન કેવો રહેશે તે પણ લોકોએ પૂછ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારે વહેલી સવારે હળવો ઝાકળ રહેશે સવારે 8 વાગ્યાની આસપાસ ઝાકળ હટી જશે અને પવન શરૂ થશે. 8.30થી 9 વાગ્યા સુધીમાં પવનની ગતિ 6 કિ.મી. પ્રતિ કલાક થશે આ પવનમાં પતંગ આરામથી ચગાવી શકાશે.