પૂજય આચાર્ય ભગવંત શ્રી પ્રદીપચંદ્રસુરિ મહારાજ, તથા પૂજય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરિ મહારાજનું પતંગની સોનીગ્રાફી વિષય પર ચોટદાર પ્રવચન

પૂજય આચાર્ય ભગવંત શ્રી પ્રદીપચંદ્રસુરિ મહારાજ, તથા પૂજય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરિ મહારાજનું પતંગની સોનીગ્રાફી વિષય પર ચોટદાર પ્રવચન
 
પાંચ ‘પ’ને તંગ કરે તે પતંગ
 
રાજકોટના દાનવીર સુશ્રાવક શ્રી રજનીકાંતભાઇની ચતુર્થ પુણ્યતિથિ પ્રસંગે સુકૃત આનુમોદના ઉત્સવ: બે મુમુક્ષુ બહેનોની વરસીદાન યાત્રા, જાહેર પ્રવચન, સંઘ સ્વામી વાત્સલ્ય.....આદિનું ભવ્ય આયોજન સંપન્ન....
 
 
અનુકંપા એજયુકેશન, માનવતા, જીવદયા વગેરે ક્ષેત્રે માતબર દાન કરનાર સુશ્રાવક શ્રી રજનીકાંતભાઇ શેઠની ચતુર્થ પુણ્યતિથિ પ્રસંગે તેઓના સુકૃતની અનુમોદનાર્થે તેઓના સ્વજનો તરફથી એક સુંદર પ્રેરક ઉત્સવનું આયોજન શ્રી પંચવટી જૈન સંઘના આંગણે થયું હતું. આગામી રપ જાન્યુઆરીના રાજકોટમાં દિક્ષિત થનારા મુમુક્ષુ શ્રી હંસાબેન તેમજ મુમુક્ષુ શ્રી ચાંદનીબેનની વર્ષીદાન યાત્રા પંચવટી સંઘના રાજમાર્ગો ઉપરથી પસાર થઇ હરિહર હોલ ખાતે વિશ્રામ પામી. ઉત્તરાયણના પર્વને લક્ષ્યમાં રાખી હરિહર હોલ ખાતે પતંગની સોનોગ્રાફી વિષય મહારાજનું ધાર્મિક જાહેર પ્રવચન યોજાયું હતું, પતંગ શોખીનોને સંબોધતા આચાર્ય ભગવંતે વેધક શબ્દોમાં પતંગની ઓળખાણ આપી હતી.  આચાર્ય ભગવંતે કહ્યું. 
પતંગ એ છે જે પાંચ-પાંચ પ ને તંગ કરે છે. 
(૧) પ્રકૃતિને તંગ કરે તે પતંગ !
ઉત્તરાયણનાં બીજા દિવસે એક મિત્ર બીજા મિત્રને પુછે - તે કેટલી પતંગ કાપી ? પતંગ કેટલી ચગાવી ? - તેમ નહી પુછે ! પતંગ શોખીન પતંગ કાપીને આનંદ માણે છે, પતંગ ચગાવીને નહી, મતલબ સ્પષ્ટ છે - બીજાનું તોડીને મળતો આનંદ આનંદ નથી, પ્રકૃતિનું - સ્વભાવનું અદ્ય:પતન છે. ક્ષઇઓ છે. આ આનંદ માણનારો સ્વભાવ કોઇના દિલને સાંધી કેવી રીતે શકશે ? 
(ર) પૈસાને તંગ કરે તે પતંગ ! 
મોંઘવારીના નામે સંભળાતી રાડારોળ  કાઇપો છે...  ની બુમાબુમમાં કયાં ખોવાઇ જાય છે ? - તે સમજાતું નથી.. પતંગમાં પૈસાને હોમવા કરતાં ભુખ્યા જનનો જઠરાગ્નિ આજે ઠારીએ તો ઉત્તરાયણની સાચી ઉજવણી થશે. 
(૩) પર્યાવરણને તંગ કરે તે પતંગ ! 
પતંગ ચગાવતી વખતે ઘ્યાનમાં લે જો કે - આ પતંગ પાછળ એક ઝાડ કપાયું હશે, તેના પંખીડા નોંધારા થયા હશે, નાના બચ્ચાઓ યમસદને પહોંચ્યા હશે. અને ભાવી પેઢીને સ્વચ્છ વાતાવરણ પુરું પાડતું ઝાડ ઝુંટવી લઇ આપણે આગામી પેઢીના શ્ર્વાસ ઝુંટવી લીધા છે. તો પતંગ ચગે છે ત્યારે પર્યાવરણ ઉપાય છે.!
જેની પતંગે એક નિર્દોષ પક્ષીની પાંખ અને નાના કુતરા બીલાડાનાં પંજામાં પક્ષીને ઇજા પહોંચાડી દીધી ! 
એ પક્ષીબાળની ચિચિયારીઓ અને પાંખ વિના તરફડતા પંખીની ચિચિયારીઓ જરા કાને ધરવી હોય તો પહોંચી જજો આ દિવસોમાં સેવાભાવી પક્ષી ઘરોમાં હદય હચમચી ઉઠશે ત્યારે સમજાશે કે કાઇપોે છે નો આનંદ સેંકડો તરફડતા અને હાયકારાઓથી મનહુસ થયેલ છે. 
(પ) પ્રાણને તંગ કરે તે પતંગ ! 
ધસમસતું બાઇક અને તેના ઉપર માથા વિનાનું ધડ ! કરી ન શકાતી આ અરેરાટી જનક પરિસ્થિતિ આજના ચાઇનાના દોરાએ હકીકતમાં પલટાવી દીધી છે. દર ઉત્તરાયણના આવા કિસ્સા જ્યારે સાંભળવા મળે, ત્યારે મન સુન્ન થઇ જાય !  નિર્દોષ માણસનો પ્રાણ ઝુંટવીને પણ પતંગનો આનંદ માણવો હોય તો આતંકવાદીમાં અને આપણામાં ફરક શું રહેશે ? એવા આનંદ કે ઉજવણીને આપણા જીવનનાં બિલકુલ જ સ્થાન ન હોવું ઘટે કે જે કોઇ નિર્દોષના રકતથી રંગાયેલ હોય, ગોળી છોડનારા બધા જ ગુનેગાર ઠરે છે, પછી ભલેને એકાદની ગોળીથી જ ખુન થયું હોય તેમ આ દિવસે દોરો હાથમાં લેનાર બધાના જ હાથ નિર્દોષના રકતે રંગાઇ જાય છે. ભલે ને કોઇ એકાદની દોરીથી જ કોઇકના પ્રાણ ગયા હોય ! 
આચાર્ય ભગવતની આ ધાર્મિક વાણીથી સહુના હૈયા ભીંજાયા હતાં. અને ઉત્તરાયણ પર્વની સાત્વિક ઉજવણી માટે સહુ પ્રતિજ્ઞાબઘ્ધ થયા હતાં. 
આ પ્રસંગે શ્રી સંઘનું સ્વામિવાત્સલ્ય પણ યોજાયું હતું.