રાજકોટમાંથી ચાઇનીઝ દોરી અને તુક્કલો સાથે ઝડપાયાં બે વેપારીઓ

  • રાજકોટમાંથી ચાઇનીઝ દોરી અને તુક્કલો સાથે ઝડપાયાં બે વેપારીઓ

રાજકોટઃ શહેરની ભક્તિનગર પોલીસે બાતમીને આધારે તુક્કલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ભક્તિનગર પોલીસને બાતમી મળી હતી કે, તેમનાં વિસ્તારમાં ગેરકાયદેસર તુક્કલનું વેચાણ કરવામાં આવે છે.

પોલીસે ડમી ગ્રાહક મોકલીને 390 નંગ જેટલી ચાઈનીઝ તુક્કલો ઝડપી પાડી છે. તુક્કલ સાથે પોલીસે ધર્મેશ રાણપરીયા નામનાં વેપારીની પણ ધરપકડ કરી છે. પોલીસે કુલ 7800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી બાજુ શહેરમાંથી પણ ચાઈનીઝ દોરી ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાંચે જંક્શન વિસ્તારમાંથી ચાઈનીઝની 21 જેટલી ફિરકીઓ ઝડપી પાડી. ક્રાઈમ બ્રાંચે ચાઈનીઝ દોરી સાથે જયકિશન આહુજા નામનાં શખ્સની પણ અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાંચે મુદ્દામાલ કબ્જે કરીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.