દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, હથિયારો સાથે બે આતંકવાદીઓને ઝડપાયા

આતંકવાદીઓ વિરૂદ્ધ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મોટી કાર્યવાહી કરી છે. જમ્મૂ કાશ્મીર પોલીસની સાથે મળીને સ્પેશિયલ સેલે બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શોપિયાંથી બન્નેની ધરપકડ કરી છે. જેમાં એક સગીર પણ સામેલ છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, આ લોકો દેશના ઉત્તરીય ભાગોમાં હથિયાર ખરીદી રહ્યા હતા, જેનો ઉપયોગ જમ્મૂ કાશ્મીરમાં ટારગેટ કિલિંગ માટે કરવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે, 11 જાન્યુઆરીની સાંજે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમે શોપિયાં પોલીસની સાથે મળીને શોપિયાં વિસ્તારથી જ હિઝબુલ મુઝાહીદ્દીનના શંકાસ્પદ આતંકવાદીઓને પકડ્યા છે. જેમાંથી એક સગીર છે, જ્યારે બીજાનું નામ કિફાયતુલ્લાહ બુખારી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કિફાયતુલ્લાહ હિઝબુલ મુઝાહીદ્દીનના એરિયા કમાન્ડર નાવીદ બાબૂના સંપર્કમાં હતા. નાવીદ બાબૂ પહેલા જમ્મૂ કાશ્મીર પોલીસમાં હતા, પરંતુ 2017માં આ પોલીસના ચાર હથિયાર લઇને ભાગ્યા હતા અને જઇને હિઝબુલ મુઝાહીદ્દીનમાં સામેલ થઇ ગયા હતા.