PM મોદીએ ગુરૂ ગોવિંદસિંહજીના સન્માનમાં ઇશ્યુ કર્યા સિક્કા, કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શીખોના 10મા ગુરૂ ગોવિંદ સિંહજીનાં 352મી જયંતી પ્રસંગે તેમના સન્માનમાં એક સ્મારક સિક્કા ઇશ્યું કર્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુરૂ ગોવિંદ સિંહજીને એક સારા યોદ્ધાની સાથે જ એક કવિ પણ ગણાવ્યા. વડાપ્રધાન મોદીના આવાસ પર યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુરૂ ગોવિંદસિંહજીને શ્રદ્ધાપુર્વક નમન કરુ છું. તેમણે દેશવાસીઓને લોહડીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી.