રાજકોટ: સ્લાઇન ફ્લૂના 6 નવા કેસ, ગત 13 દિવસમાં 4 દર્દીઓના થયા મોત

રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રહ્યો છે. 13 જાન્યુઆરીએ રાજકોટમાં આશરે 6 જેટલા પોઝિટિવ કેસ નોધાતા તંત્ર દોડતુ થયું હતું. મહત્વનું છે, કે મૂળ રાજકોટ શહેરના બે વ્યક્તિઓ તેમજ અમરેલી, મોરબી, અને કચ્છ જિલ્લાના એક એક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં 4 મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. 

મહત્વનું છે, કે ગત 13 દિવસમાં આશરે 33 જેટલા પોઝિટિવ કેશ નોઘાયા હતા જેમાંથી સારવાર દરમિયાન 4 દર્દીઓના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અત્યારે રાજકોટ સિવિલમાં અને ખાનગી હોસ્પિટલમાં આશરે 24 જેટલા સ્વાઇન ફલૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.