જસદણ યાર્ડમાં રૂ.800ના ભાવે મગફળી ખરીદી 1હજારમાં ટેકાના ભાવે વેચતા હોવાનો પર્દાફાશ

જસદણના યાર્ડના બે એજન્ટ ખેડૂતો પાસેથી રૂપિયા 800ના ભાવે મગફળી ખરીદી રૂપિયા 1000માં ટેકાના ભાવે વેચતા હોવાનો કારસ્તાનનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યો છે. જો કે ટેકાના ભાવની મગફળી ખરીદવાની કાર્યવાહી કરી રહેલા સરકારી અધિકારીઓ મગફળી ખરીદ કરે અને તેનું પેમેન્ટ થાય અથવા તો બેન્કમાં રકમ જમા થાય તે પહેલાં ખાનગી પેઢીના એજન્ટો ‘દિવ્ય ભાસ્કર’ની ટીમના રિપોર્ટર અને ફોટોગ્રાફરને જોઈ જતાં ઢગલો કરેલી મગફળી તેમજ અન્ય એક ટ્રેકટર અને કોથળામાં ભરેલી મગફળી રેઢી મૂકીને નાસી