રાજકોટમાં રેલવે કર્મચારીની સતર્કતાથી બે ટ્રેન વચ્ચેનો અકસ્માત ટળ્યો

  • રાજકોટમાં રેલવે કર્મચારીની સતર્કતાથી બે ટ્રેન વચ્ચેનો અકસ્માત ટળ્યો

 રાજકોટમાં બે ટ્રેન વચ્ચે મોટો અકસ્માત ટળ્યો હતો. જેમાં રેલવે કર્મચારી ભીમાભાઇ અને ગેટમેન જુવાનસિંહની સતર્કતાથી મુસાફરોની જિંદગી બચી ગઇ હતી. બંનેના કાર્યને રેલવે વિભાગ દ્વારા રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ આપી સન્માનવામાં આવ્યા હતા.રાજકોટ-ખંઢેરી વચ્ચે રેલવે લાઇન પાસેથી પસાર થતાં ભીમાભાઇને રેલવેના પાટા એક સ્થળે તૂટી ગયેલાં હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને લઈને તેઓ તુરંત ગેટમેન જુવાનસિંહ પાસે દોડી ગયા હતાં. ગેટમેન જુવાનસિંહ જાડેજાએ પણ કોઇ પણ દલિલ કર્યા વગર ભીમાભાઇની વાત પર વિશ્વાસ કરી તુરંત જ કંટ્રોલમાં જાણ કરી હતી અને કંટ્રોલ દ્વારા જામનગર-બાન્દ્રા અને પોરબંદર-હાવડા ટ્રેનને રાજકોટ સ્ટેશને રોકી દેવામાં આવી હતી.