રાજકોટ મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન લાયબ્રેરી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આજે રોલેક્સ સ્વચ્છ સાયકલોફનનું આયોજન કરવામાં આવ્યુ

રાજકોટ મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન લાયબ્રેરી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આજે રોલેક્સ સ્વચ્છ સાયકલોફનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.શહેરીજનો સાઈકલીંગ જેવા નોનમોટરાઈઝડ ટ્રાન્સપોર્ટેશન વિકલ્પ અપનાવે અને પ્રદુષણ ઓછું કરવામાં સહયોગી બને તેવા આશય સાથે રોલેક્સ સ્વચ્છ સાયકલોફ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ આયોજનમાં બહોળી સંખ્યામાં શહેરીજનો ભાગ લીધો હતો. મ્યુનિ. કમિશનર બંછનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જિલ્લા કલેકટરશ્રી રાહુલ ગુપ્તા દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યુ હતુ. સંક્રાંતિનાં પર્વ પહેલા આગલા દિવસે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમની મુખ્ય થીમ સ્વચ્છતા રાખવામાં આવી છે. જેનો હેતુ રાજકોટ સ્વચ્છ રહે, લોકો જ્યાં ત્યાં કચરો ન કરે, લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ દાખવે, એ જાગૃતિ કેળવવાના ભાગ રૂપે આ રોલેક્સ સ્વચ્છ સાયકલોફનનું આયોજન કર્યું હતુ. કુલ ત્રણ પ્રકારના રૂટ પ્રમાણે કેટેગરી રાખવામાં આવેલ છે. એક ૨૫ કી.મી.ની કેટેગરી, બીજી ૫૦ કી.મી.ની કેટેગરી અને ત્રીજી ૭૫ કી.મી. કેટેગરી રાખવામાં આવી હતી.રાજકોટમાં આયોજિત સાયકલોફોનમાં યુવાનોથી લઇને વૃદ્ધ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.શિયાળાની ફુલ ગુલાબી ઠંડી વચેં પણ લોકોએ અનેરા ઉત્સાહ સાથે સાયકલિગ કર્યું હતુ અને લોકોને સ્વચ્છતા નો સંદેશ આપ્યો હતો.ત્યારે અનોખા ઉત્સાહ સાથે કડકડતી ઠંડીમાં લોકો સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચાડનાર આ સાઇકલ વીરોની મહેનત કેટલી સફળ થાય છે એ જોવાનું રહ્યુ.