3 જાન્યુઆરીથી સંગીત અને નૃત્યનો સાંસ્કૃતિક કલા મહોત્સવ ‘સપ્ત સંગીતિ’ યોજાશેDecember 07, 2018

નીઓ ફાઉન્ડેશન દ્વારા આયોજન : કંઠ્ય સંગીત, ફ્યુઝન બેન્ડ, વોકલ, વાદ્યસંગીત સહિતની કલાઓ દ્વારા આનંદની અનુભૂતિ થશે
રાજકોટ તા,7
રાજકોટ શહેરના કલાપ્રેમી લોકોને છેલ્લા બે વર્ષથી સતત શાસ્ત્રીય સંગીત અને નૃત્યના અવિસ્મરણીય કાર્યક્રમોની ભેટ આપી, નીઓ રાજકોટ ફાઉન્ડેશને રાજકોટવાસીઓના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. સતત ત્રીજા વર્ષે પસપ્ત સંગીતિથ ની પરંપરાને જાળવી રાખતા, ફરી એક વખત દર વર્ષની માફક, તા.03 જાન્યુઆરી થી તા. 09 જાન્યુઆરી દરમિયાન નીઓ રાજકોટ ફાઉન્ડેશન શાસ્ત્રીય સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં દેશના ખ્યાતીપ્રાપ્ત અને ટોચના કલાકારોને રાજકોટના આંગણે આમંત્રીત કરી ભવ્ય સાંસ્કૃતિક કલા મહોત્સવ ‘સપ્ત સંગીતિ’ થકી રાજકોટની કલાપ્રિય જનતાને રસતરબોળ કરવા આવી રહ્યું છે.
આ વર્ષે પણ પોતાની પરંપરા આગળ વધારતા, નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા 03 જાન્યુઆરી 2019 થી 09 જાન્યુઆરી 2019 દરમ્યાન રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે રંગા-રંગ મહોત્સવ સપ્ત-સંગીતિનું આયોજન કરવામા આવ્યુ છે. આ વખતના કલાકારોમાં તા. 03ના દિલ્હીના શાસ્ત્રીય કંઠય સંગીતના દિગ્ગજો પં. રાજન અને સાજન મીશ્રાની જુગલબંધી લોકોને રસતરબોળ કરશે, તા. 04ના મુંબઈના રવી ચારી ફયુઝન બેન્ડ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે, તા.05ના કલાસીકલ વોકલના પ્રસિધ્ધ કંઠયકાર કલકતાના અજોય ચક્રવર્તી પેશકશ કરશે, તા. 06 ના મુંબઈ નીવાસી સુપ્રસિધ્ધ સંતુર વાદક પં. રાહુલ શર્મા સુર રેલાવી શાસ્ત્રીય વાદ્યસંગીત રજુ કરશે, તા. 07 ના ભારતીય શાસ્ત્રીય કંઠય સંગીતના ડો. અશ્વિની ભીડે દેશપાંડે પોતાના સ્વરથી લોકોને અલૌકીક આનંદની અનુભૂતી કરાવશે, તા. 08 ના બાંસુરી વાદનની જુગલબંદી પેશ થાશે જેમા બેંગ્લોરના પં. પ્રવિન ગોડખીંડી અને ચેન્નઈના પં. શશાંક સુબ્રમણીયમ શ્રોતાઓને રસતબોળ કરશે, અને તા. 09 ના દિલ્હીના વિધા લાલ અને અભિમન્યુ લાલ દ્વારા કથ્થક ડાન્સ ડયુએટ રજુ કરી નૃત્યકલાના રસીકોના મન મોહી લેશે.
આ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે, જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે એકદમ નિ:શુલ્ક રહેશે. કાર્યક્રમના પાસ મેળવવા માટે શાસ્ત્રીય સંગીત રસીકોએ તેમની વિનંતી સપ્ત સંગીતિ ની વેબસાઈટ ૂૂૂ.તફાફિંતફક્ષલયયશિં.જ્ઞલિ પર સરળ રજીસ્ટ્રેશન દ્વારા કરાવવી અનિવાર્ય છે. ઓનલઈન રજીસ્ટ્રેશન તા.06 ડિસેમ્બર થી શરુ કરી દેવામાં આવ્યું છે. ગત બન્ને વર્ષો દરમ્યાન હેમુ ગઢવી ઓડીટોરીયમના બન્ને હોલ ચિક્કાર મેદની થી ખીચો-ખીચ ભરાઇ જવા પામ્યા હતા, જેથી દર વર્ષની માફક આ વર્ષે પણ લોકોને વહેલા તે પહેલા ના ધોરણે બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ વર્ષે પાર્કીંગ માટે આયોજકો દ્વારા ખાસ હેમુ ગઢવી ઓડીટોરીયમની બાજુમાં આવેલ વિરાણી સ્કુલના ગ્રાઉન્ડમાં નિ:શુલ્ક વાહનો પાર્કીંગની વ્યવ્સ્થાનું આયોજન કરેલ છે, જેથી રોડ પર આડેધડ વાહનો પાર્કીંગ ને લીધે અવ્યવસ્થા ન સર્જાય તથા અન્ય રાહદારીઓ અને આસપાસમાં રહેતા રહીશોને પણ કોઇ તકલીફ ન સહન કરવી પડે. વાહનોને વિરાણી સ્કુલમાં નાગર બોર્ડીંગ સામેના ગેઇટ પરથી પ્રવેશ કરાવવાનો રહેશે. નીઓ રાજકોટ ફાઉન્ડેશનની અન્ય પ્રવૃતિઓ અને માહિતી માટે સંસ્થાની વેબસાઇટ ૂૂૂ.ક્ષયજ્ઞફિષસજ્ઞિ.ંશક્ષ ની મુલાકાત અચુક લેશો.
આ સઘળા આયોજન નો યશ જાય છે નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટરઓને તેમજ સ્વયં સેવકોની સમર્પીત ટીમને. જેમા સર્વે ડિરેકટરો, પરાક્રમસિંહ જાડેજા, મુકેશભાઇ શેઠ, અરવિંદભાઇ પટેલ, દીપકભાઇ રીંડાણી, વિક્રમભાઇ સંઘાણી, હિરેનભાઇ સોઢા, અને અતુલભાઇ કાલરિયા સેવાઓ આપે છે

 
 
 

Related News