રક્તદાન કેમ્પ યોજાશે: 16 યુગલો પાડશે પ્રભુતામાં પગલા: 200 થી વધુ વસ્તુઓ અપાશે કરિયાવરમાં

  • રક્તદાન કેમ્પ યોજાશે: 16 યુગલો પાડશે પ્રભુતામાં પગલા: 200 થી વધુ વસ્તુઓ અપાશે કરિયાવરમાં

આઈશ્રી ખોડિયાર મંદિર દ્વારા રવિવારે સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ રાજકોટ, તા. 7
આઈ શ્રી ખોડીયાર મંદિર 10 કેદારનાથ સોસાયટી કોઠારીયા રોડ રાજકોટ દ્વારા માતાજીના સાનિધ્યમાં 16 દિકરીઓના 21 માં સર્વજ્ઞાતી સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરેલ છે. તેમાં નવવધુને 200 થી વધારે કરીયાવરની ચીજવસ્તુઓ આપવામાં આવશે. આ આયોજન તા.9-1 રવિવારના બપોરે 3 વાગ્યે રાખેલ છે. તેમજ સાંજે ભોજન પ્રસાદ રાખવામાં આવેલ છે. આ સમુહલગ્નમાં 200 થી વધુ કરીયાવરની ચીજ વસ્તુઓ આપવામાં આવશે. તેમજ રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે.
કાર્યક્રમ માટે આઈ ખોડીયાર મંદિરના સેવકગણ ભુવાશ્રી પરસોતમભાઈ એન.દોંગા, પ્રતિપાલસિંહ ચુડાસમા, ઉકાભાઈ લાવડીયા, દામજીભાઈ વેકારીયા, અશ્ર્વીનભાઈ રામાણી, બટુકભાઈ મોણપરા, કિશોરભાઈ લીંબાસીયા, મોહનભાઈ ગોહેલ, ગોબરભાઈ દોંગા, સુરેશભાઈ દોંગા, વિશાલભાઈ કોઠારી, રમેશભાઈ દોંગા, ધીરૂભાઈ દોંગા, હેમંતભાઈ દોંગા, ગીરધરભાઈ રૈયાણી, નાથાભાઈ ટીબડીયા, હિતેષભાઈ આસોદરીયા, મુકેશભાઈ વસોયા, રમેશભાઈ વીરડીયા, સમીરભાઈ કાપડીયા, ચંદુભાઈ ચાંદીવાળા, જીજ્ઞેશભાઈ ટીંબડીયા, સનતભાઈ ગોહેલ, વૈભવભાઈ ફીચડીયા તેમજ નામી અનામી સેવકગણ જહેમત ઉઠાવી રહ્યા છે.
દિકારીઓને કરિયાવરમાં સોનાનો દાણો, સાંકળા, પલંગ, ગાદલા, સેટ, કબાટ, ટીપોય, પંખા, મિકસર, ઈસ્ત્રી, ટોરેસ્ટ, બ્લેન્ડર મોલ્ડીંગ ચેર, થાળી સેટ-6, સાડી સેટ-5 સ્ટીલના વાસણ તેમજ કટલેરી વિગેરે નાની-મોટી ચીજ વસ્તુઓ આપવામાં આવશે. લગ્ન સ્થળ લકકીરાજ પાર્ટીપ્લોટ ભાવનગર હાઈવે આજીડેમથી આગળ માંડા ડુંગર પાસે યોજાશે. તેમ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા પરષોતમભાઈ દોંગા, દામજીભાઈ વેકરીયા, મોહનભાઈ ગોહેલ, જીજ્ઞેશભાઈ ટીંબડીયા અને આકાશ દોંગાએ
જણાવ્યું છે.