દ્વારકાના દરિયામાં 21 ફૂટ નીચે જયદીપ ગોહિલનો ડાન્સDecember 07, 2018

સફળતાપૂર્વક સ્કૂલ ડાઈવ ટેસ્ટ પસાર કરતા મળ્યું અમેરિકન-કેનેડિયન અન્ડર વોટર ડાઈવિંગનું સર્ટી
રાજકોટ તા,7
અંડર વોટર ડાન્સ કરીને ગુજરાત જ નહીં પણ સમગ્ર વિશ્ર્વમાં છવાઈ ગયેલા રાજકોટનાં જયદીપ વિશ્ર્વમાં છવાઈ ગયેલા રાજકોટનાં જયદીપ ગોહિલે હવે નવુક કારખાનુ કર્યું છે. જયદીપે દ્વારકાના દરયિામાં 21 ફુટની ઉંડાઈએ ડાન્સ કરીને ઈન્ટરનેશનલ સર્ટીફિકેટ મેળવી લીધું છે! ખુબજ પ્રોફેશન ટ્રેઈનરની દેખરેખમાં દરિયામાં સફળતાપૂર્વક પરફોમન્સ આવ્યા બાદ આ સર્ટીફિકેટ મળતું હોય છે. જયદીપને આ સર્ટી મળતા હવે વિશ્ર્વભરમાં પરફોમન્સ આપવાનાં દ્વાર ખુલી ગયા છે. ખુબજ નાના પાયે એટલે કે ઘરનાં ટાકામાંથી શરૂ કરીને પાણીમાં ડાન્સ કરવાનો પ્રયોગ શરૂ કરનાર જયદીપ ગોહેલ રાજ્યનો પ્રથમ પ્રોફેશન પરફોમર બન્યો હતો. ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટમાં પ્રસ્તુતી આવ્યા બાદ તે દેશભરમાં છવાઈ ગયો હતો અને સ્વીમીંગ પુલ, મોટા ટાંકમાં પરફોમ્સ આપવા લાગ્યો હતો. દમ્મિયાન ગયા અઠવાડિયે દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે સચચ 4 દિવસ સુધી દરરોજ 1 કલાક અન્ડર વોટર પરફોમ્સ સફળતા પૂર્વક આપતા અન્ડર વોટર ડાઈવીંગનું સર્ટિફિકેટ ‘અમેરિકન-કેનેડિયન ઓપન વોટર ડાઈવીંગ’ સ્કૂલે આપ્યુ છે. જયદીપે કીરીટ વેગડ નામનાં પ્રોફેશન કોચની દેખરેખમાં આ પરીક્ષા પાસ કરી હતી, જેઓ જામનગર-પોરબંદર સહિત અનેક સ્થળે કમાન્ડો ટ્રેનિંગ આપે છે.
જયદીપ કહે છે કે ઈન્ટરનેશનલ લેવલે ખુબવ અગત્યનું ગણતા આ સર્ટીફિકેટ મળતા હવે વિશ્ર્વમાં પરફોમન્સનો માર્ગ મોકળો બન્યો છે.

 
 
 

Related News