કલર્સ ગુજરાતી પર મહા-રવિવાર સ્પે.એપિસોડ્સ

  • કલર્સ ગુજરાતી પર મહા-રવિવાર સ્પે.એપિસોડ્સ

રાજકોટ તા,7
આવતા રવિવારે કલર્સ ગુજરાતીના દર્શકો માટે કલર્સ ગુજરાતી ખાસ પ્રસારણ લઈને આવી રહ્યું છે. નમહેક મોટા ઘરની વહુથ, ‘સાવજ’ અને નલક્ષ્મી સદૈવ મંગલમ્થના ખાસ એપિસોડ્સમાં દર્શકોને જકડી રાખે તેવા કેટલાયે મનોરંજક વળાંકો આવી રહ્યા છે.
‘મહેક મોટા ઘરની વહુ’માં મહેંકની દેરાણીનો અકસ્માત થતા તે પોતાનું બાળક ગુમાવી બેસે છે. મહેંક મોટું મન રાખીને અને હર્ષને પણ પુછ્યા વિના, પોતાનું બાળક પોતાની દેરાણીને સોંપી દે છે. હર્ષ જ્યારે પ્રવાસેથી પાછો આવે છે ત્યારે તેને કહી દેવાય છે કે બાળકનું મૃત્યુ થયું છે. હર્ષને દુખમાં ડૂબેલો જોતા શું મહેક તેને સાચું કહી દેશે?
મહેકનું પાત્ર ભજવનાર વિશા વિરાએ જણાવ્યું હતું કે, આ શોમાં આ એક એવો વળાંક છે જેના પછી દર્શકો આ કહાણી સાથે મજબૂતી થી જોડાઈ જશે. મહેંકના આવા બોલ્ડ પગલાનું પરિણામ શું આવશે એ જાણવાની દર્શકોમાં ઈંતેજારી વધી જશે.
લક્ષ્મી સદૈવ મંગલમમાં લક્ષ્મી અને શોધન એક-બીજા માટેની તેમની લાગણીઓ પર કાબુ મેળવીને પોતાના લગ્ન-જીવન તરફ આગળ વધી જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી તરફ રણજીત અને સારિકા શોધન પાસેથી ‘પાવર ઓફ એટર્ની’ લઈ લેવામાં સફળ થાય છે.
લક્ષ્મીનું પાત્ર ભજવતાં સઈ બર્વેએ જણાવ્યું કે, હું તો મને દાદાજીના વ્હાલની વારસદાર માનતી હતી પણ એમણે તો મને એમના વસીયાતાનામામાં પણ વારસદાર ગણી લીધી! મેહતા પરિવારની મિલ્કતમાંથી મારું નામ ભૂંસવા માટે રણજીતફુઆ અને સારિકા ફોઈ નક્કી કોઈ કાવતરું કરશે.
‘સાવજ’માં અજય અને તોરલનો પ્રેમ દીવસો દીવસ ગાઢ બની રહ્યો છે. એક તરફ, શીલ્પા અને હિતેશ તોરલ હંમેશા તેમની સાથે ગેરવર્તન કરતી હોવાનું ખોટું નાટક કરીને બાપજીની તોરલ માટેની નફરત અને ગુસ્સાની આગમાં ઘી હોમ્યા કરે છે. બીજી તરફ, બ્રિજેશ બાપજીના મનમાં તોરલ માટે ભરપુર કડવાશ ભરી દે છે જેના કારણે બાપજી અજય અને તોરલના છુટ્ટાછેડા કરવાનું નક્કી કરે છે. તોરલની ભૂમિકા ભજવતાં મેહક ભટ્ટે જણાવ્યું કે, પ્રેમ ની અનેક પરીક્ષાઓ આપ્યાં પછી પણ.., બળ બળ બળતા તાપમાં પ્રેમના વિશ્વાસને તપાવ્યા પછી પણ, હવે મારા અને અજયના સંબંધોએ પરિવારની પ્રતિષ્ઠાને અકબંધ રાખવા માટે એક નવી પરીક્ષા આપવાની છે.