રણમાં ખીલ્યું ગુલાબ : રવિવારે જાગનાથ સંઘમાં પૂજ્ય શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજાનું વ્યાખ્યાન

  • રણમાં ખીલ્યું ગુલાબ : રવિવારે જાગનાથ સંઘમાં પૂજ્ય શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજાનું વ્યાખ્યાન

પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજાનું પ્રવચનનું તા.9 ડિસેમ્બર રવિવારના રોજ સવારે 9 થી 10.30 દરમિયાન શ્રી જાગનાથ ઉપાશ્રય ખાતે આયોજન કરવામાં આવ્યું છે. પાણીમાંથી આગ ઉઠે એ દુર્ઘટના છે. રણમાં ગુલાબ ખીલે એ ચમત્કાર છે. સમજી ન શકાય એવી દુર્ઘટનાઓ તો જીવનમાં ઘણીવાર સર્જાઇ ચુકી છે. હવે એક કલ્પી ન શકાય એવો ચમત્કાર જીવનમાં સર્જે એવું જાહેર પ્રવચન જેનો વિષય છે, ‘રણમાં ખીલ્યું ગુલાબ’. જેનો લાભ લેવા જાહેર જનતાને શ્રી સંઘ તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે.