સૌરાષ્ટ્ર યુનિ.ના 49,888 છાત્રોને કાલે પદવીદાન

  • સૌરાષ્ટ્ર યુનિ.ના 49,888 છાત્રોને કાલે પદવીદાન

 રાજ્યપાલ, શિક્ષણમંત્રી
સહિતના આગેવાનોની
પ્રેરક ઉપસ્થિતિ રહેશે
 1ર વિદ્યાર્થીઓને 7ર ગોલ્ડમેડલ પણ અપાશે : પદવીદાન સમારોહનું વેબ કાસ્ટિંગ
રાજકોટ તા.7
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 53મો પદવીદાન સમારંભ આગામી તા.8/12/2018ને શનિવારના રોજ સવારે 11:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી ઓમપ્રકાશ કોહલીજીના અધ્યક્ષસ્થાને, ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ખાસ ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 49888 દિક્ષાર્થીઓને પદવીઓ તથા ગોલ્ડમેડલ એનાયત કરવામં અવશે. આ પદવીદાન સમારંભમાં કુલ 2858 વિદ્યાર્થીઓ રૂબરૂ ઉપસ્થિત રહી પદવી મેળવનાર છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 53માં પદવીદાન સમારોહમાં ડાયસ પર બિરાજમન સૌ મહેમનો ભારતીય પરંપરા મુજબના પરિધાનમાં સજજ થઈ પદવીદાન સમારોહમાં ભાગ લેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનારા 53મં પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરના ડાયકરેટરશ્રી પીયુશભાઈ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. જેની લીક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેબસાઈટ ૂૂૂ.તફીફિતવિિંફીક્ષશદયતિશિું.યમી પર મુકવામાં આવનાર છે.
જે વિદ્યાર્થીઓ પદવીદાન સમારંભમાં રૂબરૂ હાજર રહી પદવી પ્રમાણપત્ર લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવેલ નથી / કરાવી શકેલ નથી તેવા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓને પદવીદાન સમારંભનું ઓનલાઈન વેબકાસ્ટીંગનો લાભ લેવા અનુરોધ છે. પદવીદાન સમારંભ પૂર્ણ થય બાદ રૂબરૂ પદવીઓ મેળવનાર વિદ્યાર્થીઓને સરળતાથી પદવીઓ મળી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમના સ્થળે 13 ડિગ્રી વિતરણ માટેના કાઉનટરો શરુ કરવામાં આવેલ છે. આ પદવીદાન સમારોહમાં કુલ 13 વિદ્યાશાખાના પર વિદ્યાર્થીઓને કુલ 72 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે અને 92 દાતાશ્રીઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ 112 રોકડ ઈનામો એનાયત કરવામાં આવશે.
સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડીકલ કોલેજન વિદ્યાર્થી ઘાંચી ગજાલા મહોમ્મદ હનીફને થર્ડ એબ.બી.બી.એસ.માં સૌથી વધુ 9 ગોલ્ડમેડલ એનાયત થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિશ્રી પ્રો.નીલાંબરીબેન દવે તથા કુલસચિવશ્રી ડો.ધીરેનભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવાર 53મા પદવીદાન સમારોહના કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત છે. . ક્રમ વિદ્યાશાખા સંખ્યા
1 વિનય વિદ્યાશાખા 12828
2 શિક્ષણ વિદ્યાશાખા 3729
3 વિજ્ઞાન વિદ્યાશાખા 10698
4 ઈજનેરી વિદ્યાશાખા 09
5 કાયદા વિદ્યાશાખા 2226
6 તબીબી વિદ્યાશાખા 913
7 વાણિજ્ય વિદ્યાશાખા 15978
8 ગ્રામવિદ્યા વિદ્યાશાખા 262
ક્રમ વિદ્યાશાખા સંખ્યા
9 ગૃહવિજ્ઞાન વિદ્યાશાખા 345
10 બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખા 2548
11 હોમીયોપેથી વિદ્યાશાખા 285
12 આર્કીટેકચર વિદ્યાશાખા 16
13 પરફોર્મીંગ આર્ટસ વિદ્યાશાખા 12
14 ફાર્મસી વિદ્યાશાખા 40
કુલ 49888