વધુ 11 મિલકતો સીલ, 21 લાખની વસૂલાત

  • વધુ 11 મિલકતો સીલ, 21 લાખની વસૂલાત

રાજકોટ તા.7
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ અવિરત રાખવામાં આવી છે. અને ત્રણેય ઝોનમાં આજે 11 મિલ્કતો સીલ કરવામાં આવી હતી તો રૂા. 11 લાખની વસૂલાત કરવામાં આવી હતી.
શહેરનાં વેસ્ટ ઝોનમાં સત્યનારાયણ પાર્કમાં ચાર દુકાનનો રૂા.88500 વેરો વસુલાયો છે જ્યારે નંદલાલ કોમ્પલેક્સમાં રમેશ નળિયાપરા નામના બે બિનરહેણાંક યુનિટ સીલ કરવામાં આવ્યા છે. વોર્ડનં.-9માં મંગલમપાર્કમાં ઉમિયાઓટો ગેરેજ તથા અન્ય એક બિનરહેણાંક મિલ્કતનો વેરો બાકી હોવાથી સીલ મારેલ છે. તો કોપર હાઇટસ અને મારૂતિમેનોરનાં એક એક ફલેટનો બાકી વેરો ભરાઇ ગયો છે જ્યારે મવડીગામ વિસ્તારમાં એક બિન રહેણાંકનો તેમજ વાવડી વિસ્તારમાં આવેલ એક બિન રહેણાંક મિલ્કતનો વેરો વસુલ કરવામાં આવ્યો છે. વેસ્ટઝોનમાં કુલ 4 મિલ્કતને સીલ મારવામાં આવ્યા છે અને રૂા. 2.60 લાખની વેરાવસુલાત થયેલ છે. આ કામગીરી ટેક્ષ ઇન્સ. ગિરિશ બુધ્ધદેવ, વશરામભાઇ કણઝારીયા, રિકવરી કલર્ક સુરેશ સવાણી, હરેશ નસીત રાજેશ નૈયા વિગેરેએ કરી હતી.
વેરા વસુલાત શાખા (પૂર્વ ઝોન) દ્વારા મિલકતવેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.-4,5,6 ની ટીમ દ્રારા માં 1) ઢાલુમલ હરીયાણી- રણછોડનગર-બાકી રકમ રૂ 54,000/- ની વસુલાત માટે મિલ્ક્ત સીલ કરેલ છે. 2) રાધેસ્યામ કોમ્પ્લેક્સ- કુવાડવા રોડ-ની કુલ 3 મિલ્ક્તો બાકી રકમ રૂ 1,78 લાખ માટે સીલ કરેલ છે - 3) કલ્પેશ રંગાણી-રોયલ પે ઈ ન્ટસ- ન્યુ શકિત સોસા- બાકી રકમ રૂ 1,02,000/- ની વસુલાત માટે સીલ કરતા ચેક આપેલ્ છે.. 4) રમણીક હદવાણી- શીવશકિત ઓટોમોબાઈલ્સ-કુવાડવા રોડ- બાકી રકમ રૂ 50,000/- ની વસુલાત માટે કાર્યવાહી કરતા ચેક આપેલ્ છે... 5) રામાણી પાંચાભાઈ- બાલાજી ઈ ન્ડ- બાકી રકમ રૂ 58,000/- ની વસુલાત માટે સીલ કરતા ચેક આપેલ્ છે..(6) પડીયા દિનેશભાઈ- વિશોત ડાયીંગ-પરશુરામ ઈ ન્ડ- બાકી રકમ રૂ 50,000/- ની વસુલાત માટે સીલ કરતા ચેક આપેલ છે.
આ કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજરશ્રી (પૂર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રી ની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, પરેશ જોશી, બકુલ ભટ્ટ વિ. દ્વારા કરવામાં આવેલ છે.
ન્યુ શક્તિ સોસા, રણછોડનગર, પરશુરામ ઈ ન્ડ,કુવાડવા રોડ વિસ્તાર સહિત ની વિસ્તાર માં કાર્યવાહી: 8 મિલ્ક્તો માથી સીલીંગ ની કાર્યવહી કરતા 4 મિલ્ક્તો સીલ તથા 3.14 લાખની વસુલાત કરાઇ છે.
સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં- 7માં જવાહર રોડ પર આવેલ ઓપેરા ટાવર માં દુકાન નં 301 અશોકભાઇ પટેલની યુનિટના બાકી માંગણા સામે સીલ મારેલ છે. તેજ રીતે દુકાન નં 405 હરી ઓમ ડેવલોપર્સના યુનિટના બાકી માંગણા સામે સીલ મારેલ છે જ્યારે વોર્ડ નં- 17માં સહકાર મેઇન રોડ પર આવેલ ધર્મહોલની રૂ. 5,00,000 ની વસુલાત તેમજ અટીકા વિસ્તારમાં આવેલ જગદીશ ખુંટની મિલકતની રૂ. 70,000 વસુલાત, અટીકા વિસ્તારમાં આવેલ ઔધોગિક યુનિટની રૂ. 50,000 વસુલાત, કરવામાં આવી છે. આજે કુલ 3 યુનિટ સીલ કરેલ છે અને 6.20 લાખની વસુલાત કરાઇ છે.