બીપીએલ અને પીપીએલ યોજનામાં મોટા ફેરફાર, આજે મિટિંગ યોજાઇDecember 07, 2018

 રાજકોટ મ્યુનિ. કમિશનર મિટિંગમાં ઉપસ્થિત રહ્યા
રાજકોટ, તા.7
ગુજરાત મહાનગરોમાં બીપીએલ અને પીપીએલ કાર્ડ ધારકોને મળતી સુવિધાઓ તેમજ કાર્ડધારકોની સંખ્યા સહિતના મુદ્દે આજે ગાંધીનગર ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ મનપાના મ્યુનિ. કમિશનરે શહેરમાં વસવાટ કરતા બીપીએલ અને પીપીએલ કાર્ડ ધારકોના બાયોડેટા સાથે ઉપસ્થિત રહ્યા હતા.
સુત્રોના જણાવ્યા મુજબ બીપીએલ અને પીપીએલ યોજનામાં મોટા સુધારા-વધારાઓ આવી રહ્યા છે ત્યારે તમામ મહાનગરપાલિકાના કાર્ડ ધારકોની હાલની સ્થિતિ અને આગામી દિવસોમાં થનારા નવા નિયમોની જાણકારી માટે આજે મનપાના કમિશનરો સાથે રાજયના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મિટીંગ યોજવામાં આવી છે.