શાળા વંચિત બાળકોને શિક્ષણ અપાવવા 12 દિવસનો સર્વે શરૂ

  • શાળા વંચિત બાળકોને શિક્ષણ અપાવવા 12 દિવસનો સર્વે શરૂ

 4થી 18 વર્ષના આવા બાળકોને શોધી કાઢી તેમને શિક્ષણ પૂરું પાડવા અભિયાન
રાજકોટ તા,7
સર્વ શિક્ષા અભિયાન હવે સમગ્ર શિક્ષા અભિયાન જેમ પરિવર્તિત થવા જઈ રહ્યું છે ત્યારે શાળા બહારના બાળકોની ઓળખ મેળવવા માટેનો સર્વે શરુ થયો છે.
જિલ્લા શિક્ષણાધિકારીએ આ વિશે શહેરની તમામ શાળાઓના આચાર્યોને પરિપત્ર મોકલી જણાવ્યું હતું કે રાઈટ ટુ એજ્યુકેશન એકટ 2009ની જોગવાઈ મુજબ 6થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. સર્વે શિક્ષા અભિયાન અંતર્ગત જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલ 6થી 14 વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધો.1થી 8નું શિક્ષણ પૂર્ણ કરી નથી શકયા. વિકલાંગ સહિતના આવા બાળકોને ઝુપડપટ્ટી સહિતના વિસ્તારોમાં સર્વે કરી તેને સ્પેશ્યલ ટ્રેનિંગ સેન્ટરમાં આવરી લઈને અનુરુપ શિક્ષણ આપી મેઈનસ્ટ્રીમ કરાશે આથી 4થી 18 વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત રહી ગયેલ બાળકોનો સર્વે પ્રોજેકટ સ્ટાફ અને એસ.એમ.સી. મારફત કરવાનો થાય છે. આ સર્વે તા.4થી શરુ થયો છે જે 15મી સુધી ચાલશે. ધો.1થી 12ના બાળકોને આવરી લઈને ધો.9થી 12ના ડ્રોપ આઉટ બાળકોનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધેલ માહિતી આપવાની રહેશે.