ચીટરો ‘બેફામ’, પોલીસ ‘પાર્ટનર’, અરજદારો પરેશાનDecember 07, 2018

રાજકોટ તા.7
રાજકોટમાં પોલીસનો કોઈ જ ખૌફ જ ન હોય તેમ ચીટરો બેફામ બન્યા છે. અરજીનો ઢગલો થઈ ગયો છે છતાંય પોલીસ ઢીલીઢફ બની ગઈ હોય તેમ ફરિયાદોનો ઢગલો થઈ ગયો છે. અરજીઓ પેન્ડીંગ પડી છે કાર્યવાહીને જાણે બ્રેક લાગી ગઈ છે. ચીટરો અને પોલીસની મીલીભગતના કારણે અરજદારોને હજુ ન્યાય મળી રહ્યો નથી, રંગીલા રાજકોટમાં ચીટરો પોલીસ સાથે ભાગીદારી કરી આખુ નેટવર્ક ચલાવી રહી છે પોલીસના આર્શીવાદના કારણે ચીટરોને પ્રોત્સાહન મળી રહ્યું છે તેના કારણે જ ગુજરાતમાં રાજકોટ ચીટીંગમાં નંબર-1 ઉપર પહોંચી ગયું છે.
શહેરમાં છેલ્લા બે વર્ષની નકલી સોનાના બિસ્કીટ પધરાવતી ગેંગ સક્રિય બની છે. પોલીસ સાથે ભાઈબંધી હોવાના કારણે આ ગેંગના સભ્યો દર દસ દિવસે ચીટીંગ કરી રહ્યા છે. પોલીસને વિશ્ર્વાસમાં લઈને જ ગેંગ કામ ઉતારી રહી છે. રાજકોટ જેટલા ચીટરો છે તે પોલીસની મહેરબાનીથી લાખો રૂપીયાનું ચીટીંગ કરી રહ્યા છે છતાંય રાજકોટની જાંબાઝ પોલીસ હજુ સુધી કેમ આ ગેંગને ઝડપી શકી નથી, પોલીસ કેમ નિષ્ફળ નિવડી રહી છે તે તપાસનો વિષય છે.જો ઉચ્ચ અધિકારીઓ તપાસમાં ઝંપલાવશે તો અનેક પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતરી શકે તેમ છે. પોલીસની ભાગીદારીના કારણે જ શહેરમાં ચીટરોનું સામ્રાજય ફેલાઈ રહ્યુ છે.
અનેક અરજીઓ પોલીસ સ્ટેશનોમાં છે છતાંય ચીટરોની સામે થયેલી અરજીઓનો નિકેલ કેમ નથી થઈ રહ્યો, ચીટરો ઉપર કોના આર્શીવાદથી રોજ ચીટીંગ કરી રહ્યા છે. તપાસમાં કેમ પોલીસ રસ નથી લેતી જેવા અનેક પ્રશ્ર્નો વચ્ચે પોલીસની મુખ્ય ભૂમિકા હોય તેવું બહાર આવી રહ્યું છે. ત્યારે જો આગામી દિવસો પલીસ ચીટર ગેંગ સામે લાલ આંખ નહી કરે તો રાજકોટના દરેક નાગરીક ચીટર ગેંગનો ભોગ બને તો નવાઈ નહી. મોબાઈલમાં બિસ્કિટ દેખાડી રૂપિયા પડાવાય છે
ચીટર ગેંગના સભ્યો જે તે વ્યકિતના સંપર્કમાં આવે ત્યાર બાદ તેઓને રોજ મોબાઈલ દ્વારા બિસ્કીટના ફોટા દેખાડવામાં આવે છે રૂપિયા આપો પછી ડિલરવરી મળી જશે તેવું કહી ચીટર ગેંગના સભ્યો રૂપીયા લઈ રફૂચકકર થઈ જાય છે. ચીટર ગેંગ ફેસબુકમાં નેતા-હસ્તીઓ સાથે ફોટા શેર કરી કામ ઉતારે છે
ચીટર ગેંગની એક ઓપરેન્ડી હોય છે ચીટીંગ કરતા પહેલા તેઓ જે વ્યકિતને શીશામાં ઉતારવાનો પ્લાન બનાવે છે તેના સંપર્કમાં રહી પોતાના પોલીસ અધિકારીઓ-ધારાસભ્યો, સહિતની હસ્તીઓ સાથે પોતાના સેલ્ફી ફોટા પડાવે છે બાદમાં તેઓ ફેસબુકમાં ફોટા શેર કરી અમારી સાથે પારિવારીક સંબંધો હોવાનું ચિત્ર ઉભુ કરી જે તે વ્યકિતને વિશ્ર્વાસમાં લે છે ત્યારબાદ ચિટિંગ કરવામાં આવી રહી છે. બિસ્કિટે 30000 નફો
આવે છે..?
ચીટર ગેંગના સભ્યો જે તે વ્યકિતને શીશામાં ઉતારતા પહેલા એક બિસ્કિટે 30 થી 50 હજારનો નફો મળતો હોવાનું જણાવી ચીટીંગ કરે છે. પહેલા રૂપિયા આપો બાદમાં બિસ્કીટ આપવું સભ્યો વ્યકિતને સોનીબજાર સુધી લઈ જઈ પૈસા લઈ પાછલા દરવાજેથી રફૂચકકર થઈ જાય છે.  

 
 
 

Related News