પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા આવતીકાલે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે

  • પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા આવતીકાલે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે

રાજકોટ તા,7
પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એસોસીએટસ હેલ્થકેર ગ્લોબલ (એચસીજી)નાં સંયુક્ત ઉપક્રમે છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઇ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે. પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે.
પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ ‘કિલ્લોલ’ 1-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ (ફોન નં. 2704545) ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે 11 વાગ્યાનો રહેશે. રજીસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે.
આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબ ડો.દુષ્યંતભાઇ માંડલિક સેવાઓ આપશે. જે અંતર્ગત મોં, ગળુ, જડબુ સહિત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે.સાથોસાથ અચાનક દેખા દેતા આ રોગને ઉગતો જ ડામવા માટે તેના ચિહનો ઓળખી લઇ અગાઉથી નિદાન કરી લેવાથી તેને મહાત કરવાનું સરળ થઇ જાય છે. આ માટે નીચે દર્શાવેલા લક્ષણો પૈકી કોઇપણ એક દેખાય તો પણ લેશમાત્ર આળસ કે બેદરકારી દાખવ્યા સિવાય નિદાન કરાવી લેવું જોઇએ. વર્તમાન સમયમાં ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ તથા અતિ ખર્ચાળ મેડીકલ ટ્રીટમેન્ટ વચ્ચે કઇ કઇ સાવચેતી રાખીને કેન્સરથી બચી શકાય અને થયું હોય તો વિનામુલ્યે નિદાન કરાવી મહામૂલી જીંદગી બચાવી શકાય તે માટે હવે શહેરમાં શરૂ થનારી ઝુંબેશનો લાભ એક્સપર્ટ ઓપીનીયન દ્વારા દર મહિને બે વાર મેળવી રાજકોટ, સૌરાષ્ટ્ર તથા કચ્છના પ્રજાજનો નિશ્ર્ચિંચ બની શકશે.રટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ, રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવીણ રૂપાણી, અંજલીબેન રૂપાણી, રંજનબેન રૂપાણી, મહેશ ભટ્ટ, મેહુલ રૂપાણી, રાજેશ રૂપાણી તથા અમિનેશ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેક્ટમાં સેવાઓ આપવા માટે ટ્રસ્ટની મેડીકલ કમિટીના મેમ્બર્સ અંજલીબેન રૂપાણી, મહેશ ભટ્ટ, ડો.જૈમન ઉપાધ્યાય, ડો.નયન શાહ, ડો. વિભાકર વચ્છરાજાની, દિવ્યેશ પટેલ તથા બીપીન વસા કાર્યરત છે. વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં. 2704545 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.