દિલ્હી: વુમન એક્સલેન્સ-2018નો એવોર્ડ મેળવતા ગુજરાતના સ્પેશિયલ એજ્યુકેટર દીનાબેન ભટ્ટDecember 07, 2018

રાજકોટ તા.7
સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત અને રાજકોટમાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે છેલ્લા 20 વર્ષથી સેવા આપતા દીનાબેન ગિરજાશંકર ભટ્ટને વુમન એકસલન્સ 2018નો એવોર્ડ મળ્યો છે જેમાં વુમન ઇન્ટરનેશનલ નેટવર્ક કે જે વુમન્સ પર થતા અત્યાચાર વિરુદ્ધ કાર્ય કરે છે અને વિશ્ર્વના 30 દેશોમાં કાર્યરત છે આ કાર્યમાં યોગ વિદ્યા જાગૃતિ અભિયાન-ઇન્ટરનેશનલ હોલીસ્ટીક હેલ્થ મુવમેન્ટ, મીનીસ્ટ્રી ઓફ ડોનર ભારત સરકાર જોડાયેલ છે.
રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી સ્પેશિયલ એજ્યુકેટર તરીકે કાર્ય કરતા મિસ દીના ભટ્ટને તાજેતરમાં ઇન્ડો-યુરોપીયન ઓર્ગેનાઈઝેશન આઇઇસીએસએમઇ તરફથી નેશનલ વિમેન્સ એક્સલન્સ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.
તારીખ 25 નવેમ્બર 2018ના રોજ અનેક રાજનૈતિક તથા ફિલ્મી હસ્તીઓની હાજરીમાં કમલ તહોરી(આઇએએસ) તથા અન્ય દિગ્ગજ હસ્તીઓના હાથે
દીનાબેનને એવોર્ડ, શાલ તથા મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા. દીના ભટ્ટે આ સાથે પરિવારનું નામ રોશન કરી સમગ્ર ગુજરાતનું ગૌરવ વઘારેલ છે.

 
 
 

Related News