ગુજરાતમાં 21મીએ કોના થશે ‘એન્કાઉન્ટર’?December 07, 2018

 સોહરાબુદ્દીન કેસનો મુંબઇની સીબીઆઇ સ્પે.કોર્ટનો ચુકાદો
મુંબઇ તા.7
ગુજરાતમાં થયેલા સોહરાબુદીન નકલી એન્કાઉન્ટર મામલે મુંબઈની સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટમાં આગામી 21મી ડિસેમ્બરના રોજ ચુકાદો આપશે. 2005માં સોહરાબુદ્દીનનું ગુજરાતના ગાંધીનગર પાસે એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. પાલીસે એન્કાઉન્ટમાં મોતને ઘાટ ઉતારવામાં આવેલા સોહરાબુદ્દીનને આતંકવાદી ગણાવ્યો હતો. એન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીનની પત્નીને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. ત્યારે આ મામલે મુંબઈની સ્પેશયલ કોર્ટ 21મી ડિસેમ્બરના રોજ અંતિમ ચુકાદો આપશે. જેના પર સૌ કોઈની નજર રહેલી છે.
આ કેસમાં ગુજરાતના રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓની ભૂમિકા હોવાની શંકાને પગલે 21મીએ આ ચૂકાદો મોટો ભૂકંપ સર્જે તો નવાઈ નહીં.
આ કેસમાં અત્યાર સુધીમાં 38 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યા છે. જેમાથી 16ને આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ અધિકારીઓ અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ છે. આ કેસમાં 22 જણ વિરૂદ્ધ ખટલો ચલાવવામાં આવી રહ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, 2005માં સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. જે બાદ આ એન્કાઉન્ટર ફેક હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
સોહરાબુદ્દીન કથિત નકલી એન્કાઉન્ટર મામલાની તપાસ કરનારા ભૂતપૂર્વ અધિકારી અમિતાભ ઠાકુરે પણ સીબીઆઈ કોર્ટમાં મહત્વનું નિવેદન આપ્યું છે. સોમવારે આપેલા પોતાના નિવેદનમાં ઠાકુરે કહ્યું હતું કે, સોહરાબુદ્દીન કથિત નકલી અથડામણના મામલામાં ગુજરાતના નેતાઓ અને અધિકારીઓને રાજકીય અને આર્થિક ફાયદો થયો હતો. સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસની મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટમાં સુનાવણી હવે પૂરી થઈ ગઈ છે અને 21 ડિસેમ્બરે ચૂકાદો જાહેર થશે.