હું મારા છેલ્લા શ્ર્વાસ સુધી ગીતો ગાતી રહીશ: લતા મંગેશકરDecember 07, 2018

મુંબઇ તા.7
કોકીલ કંઠી લતા માંગેશકરે નિવૃત્ત થઈ રહ્યા છે તેવી અફવાઓનું ખંડન કરતા તેના લાક્ષણિક અંદાજમાં ખડખડાટ હસતા જણાવ્યુ હતુ કે હું મારા છેલ્લા શ્વાસ સુધી ગીતો ગાતી રહીશ અને મા સરસ્વતીની પૂજા કરીશ. છેલ્લા કેટલાક સમયથી મીડિયા પર લતાજીએ ગાયેલ મરાઠી ગીત અતા વિશ્વ્યાછા કસાંથ પોસ્ટ કરેલ છે. જેનો અર્થ થાય છે હવે આરામનો સમય છે. આ ગીત પછી સોશિયલ મીડિયા પર એ અફવા વહેતી થઈ હતી કે હવે લતાજી રિટાયરમેન્ટ લઈ રહ્યા છે. આ વાતને લતાજીએ ખંડન કરી પોતાના પ્રશંસકોને ખુશ કરી દીધા હતા.
લતાજીએ પોતાના પ્રશંસકોને કહ્યુ કે મને નથી ખબર આવી અફવા કોણ ફેલાવી રહ્યું છે. મને આ કોઈ ખાલી બેઠેલ બેવકૂફ માણસનું કામ લાગે છે. બે દિવસ પહેલા મને અચાનક મારી રિટાયરમેન્ટના સમાચાર મળ્યા અને ફોન આવવા શરૂ થઈ ગયા.લતાજીએ જણાવ્યુ કે મને ખબર મળ્યા છે કે મારા મરાઠી ગીતોમાંથી એક નઅતા વિશ્વ્યાછા કસાંથને મારી અલવિદાના રૂપમાં જોવામાં આવી રહ્યુ છે. આ ગીતને મે પાંચ વર્ષ પહેલા ગાયુ હતુ. 2013માં આ ગીતને લઈને સંગીત નિર્દેશક સલીલ કુલકર્ણી મારી પાસે આવ્યા હતા. આ ગીતને ગાવા માટે હું રાજી થઈ કેમકે આ ગીત પ્રસિદ્ધ કવિ બાલકૃષ્ણ ભગવંત બોરકરે લખ્યુ હતુ. મે ક્યારેય તેમની કવિતા ગાઈ ન હતી. મને શુ ખબર કે 5 વર્ષ પછી શરારતી દિમાગવાળા લોકો મારી નિવૃત્તિની અફવા ફેલાવી
રહ્યાં છે. હાલ તો હું આજ રીતે સ્વરની સાધના કરવા માંગુ છુ. હાલ તો તેમના પ્રશંસકો માટે આ ખુબજ સારા સમાચાર છે.