જંગ જસદણનો... કાગડા ઉડે કોર્પોરેશનમાં!

  • જંગ જસદણનો... કાગડા ઉડે કોર્પોરેશનમાં!

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનો જંગ જાણે રાજકોટ ભાજપના નેતાઓ જ લડી રહ્યા હોય તેમ મહાનગરપાલિકાના મોટાભાગના પદાધિકારીઓ તથા ભાજપના નગરસેવકો સવારથી સાંજ સુધી જસદણના પ્રચારમાં વ્યસ્થ થઈ જતા હોવાથી મહાનગરપાલિકામાં આવેલી ચેરમેનોની ચેમ્બરો ખાલીખમ ભાસી રહી છે. હાલ અરજદારો રોજેરોજ કોર્પોરેશન કચેરીમાં વિવિધ કામો માટે ધકકા ખાઈ રહ્યા છે પરંતુ માનવંતા નગરસેવકોનો સંપર્ક થઈ શકતો નથી. વિરોધપક્ષ કોંગ્રેસમાં પણ આવી જ સ્થિતિ છે. કોંગ્રેસના પણ અડધોઅડધ કાર્યકરો જસદણમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હોવાથી કોર્પોરેશનમાં દર્શન થતા નથી. ખાસ કરીને શાસકપક્ષ ભાજપના મોટાભાગના નગરસેવકોને જસદણમાં પ્રચાર માટે જવાબદારી સોંપવામાં આવી છે. તેથી વહિવટ ઉપર સીધી અસર પડી રહી છે. વિવિધ ચેરમેનો પણ આખો દિવસ ઓફિસમાં આવતા ન હોવાથી અરજદારોને સમસ્યા વેઠવી પડે છે.(તસવીર: રવિ ગોંડલિયા)