રેલનગરનો એસ્ટેટ બ્રોકર દેશી પિસ્તોલ, બે કાર્ટીસ સાથે ઝડપાયો

  • રેલનગરનો એસ્ટેટ બ્રોકર દેશી  પિસ્તોલ, બે કાર્ટીસ સાથે ઝડપાયો

 જમીન-મકાનના ધંધામાં માથાકૂટ ચાલતી હોય સ્વરક્ષણ માટે હથિયાર રાખ્યાની કબૂલાત
રાજકોટ: ગેરકાયદે હથિયારોનો પર્દાફાશ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી સિદ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિમોહન શૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી એસઓજી પીઆઇ એસ એન ગડૂના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન આર કે જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા અને નરેન્દ્રભાઈ ગઢવીને ખાનગીરાહે હકીકત મળી હતી કે કાલાવડ રોડ ઉપર શ્રીજી હોટલ પાસે એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે આંટાફેરા કરે છે. પીએસઆઇ એચ એમ રાણા, ઓ પી સીસોદીયા, આર.કે. જાડેજા, ક્રિપાલસિંહ, નરેન્દ્રભાઈ, ધર્મેન્દ્રસિંહ રાણા, મનરૂપગીરી ગોસ્વામી, ચેતનસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ, ધમભા પરમાર તથા જયંતિગીરી સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાતમીવાળા શખ્સને ઝડપી લઇ જડતી લેતા તેની પાસેથી એક દેશી પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ મળી આવતા કબ્જે કરી નામઠામ પૂછતાં રેલનગરના ગંગોત્રી પાર્કમાં રહેતો અને જમીન મકાનનું કામ કરતો અજયસિંહ ઉર્ફે રિસ્કી ભાણું કનકસિંહ જાડેજા જાતે દરબાર હોવાનું જણાવતા તેની ધરપકડ કરી હતી હથિયાર અંગે પૂછતાં પોતાને ધંધાકીય માથાકૂટ ચાલતી હોવાથી સ્વરક્ષણ માટે આ હથિયાર લીધું હતું પરંતુ હથિયાર સપ્લાય કરનાર
કોણ તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.