સ્વચ્છતાની સલાહ માટે 90 લાખનું કરાશે આંધણDecember 07, 2018

 ઓફિસમાં બેઠા બેઠા
એજન્સી બનશે માલદાર, લોકોના પૈસાનું પાણી
રાજકોટ તા.7
સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત છેલ્લા પંદર દિવસથી રાજકોટ મહાનગર પાલીકાએ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી છે. જાન્યુઆરી મહિનામાં સ્વચ્છતા રેન્કીંગ હોવાથી મનપાના 1100 કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર સ્વચ્છતા સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં પુરજોશમાં કામગીરી ચાલુ છે પરંતુ સ્વચ્છતા કામગીરી કેવી રીતે
કરવી તેની સમજણ મહાપાલીકાના અધિકારીઓ પાસે ન હોવાથી સલાહ લેવા માટે ઇન્દોરની એજન્સીને ક્ધસલ્ટન્ટ તરીકે નિમણુંક કરી રૂા.90 લાખનું પાણી કર્યુ છે.
સ્વચ્છ સર્વેક્ષણમાં ભારતમાં પ00 શહેરો વચ્ચે સ્પર્ધા યોજાય છે. ગત વર્ષે પરીણામ બહાર પડતા રાજકોટ 3પ માં ક્રમે ધકેલાઇ ગયું હતું. પરીણામે ચાલુ વર્ષે ડીસેમ્બર માસથી જ સ્વચ્છતા સંબંધિત ઝુંબેશ હાથ ધરાય છે અને મનપાના તમામ એટલે કે 1100 કર્મચારીની ડોર ટુ ડોર સ્વચ્છતાલક્ષી કામગીરીનો ટાર્ગેટ આપી જોતરવામાં આવ્યા છે અને કામગીરી વ્યવસ્થિત ચાલી રહી છે છતા ઓફીસમાં બેસીને કાગળ ઉપર સલાહ આપનાર ઇન્દોરની કેજીપીએમ એજન્સીને 90 લાખ રૂપિયાની તગડી ફી આપી રોકવામાં આવી છે. પરીણામે અધિકારીને મહેનતના પગલે શહેર સ્વચ્છ તો થશે પરંતુ તમામ કામનો જશ એજન્સીને મળી જશે તેવું લાગી રહ્યું છે.