જો કરી... આટકોટમાં પ્રચાર અને મત માંગવા કોઇએ આવવું નહીંના બેનર લાગ્યાDecember 07, 2018

જસદણની પેટા ચૂંટણીમાં આજથી પ્રચારનો પ્રારંભ થયો છે. રાજકીય પક્ષો-અપક્ષોએ પ્રચારના શ્રીગણેશ કર્યા છે ત્યાં જ અકળાઇ ઉઠેલી આટકોટની પ્રજાની લાગણીનો પડઘો જોવા મળ્યો છે. આટકોટમાં રાજકીય પક્ષના ઉમેદવારો કે અન્ય ઉમેદવારો, સમર્થકો, કાર્યકરોએ પ્રચાર માટે આવવું નહીં અને મત માંગવા નહીના બેનર લાગતા ચર્ચા જાગી છે. આ બેનર કોણે માર્યા તે બહાર આવ્યું નથી.